મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

યુ.એસ.માં IHCNJના ઉપક્રમે 18 નવે.2018 રવિવારના રોજ 14 મો વાર્ષિક હેલ્થ ફેરઃ શ્રી સ્વામિનારાયણ મંદિર સીકોસસ ન્યૂજર્સીના સહયોગ સાથે યોજાનારા હેલ્થ ફેરમાં ૪૦ વર્ષથી વધુ વયના તથા મેડીકલેઇમ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો ભાગ લઇ શકશે: રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 9 નવે.૨૦૧૮

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્ડિયન હેલ્થ કેમ્પ  ઓફ ન્‍યુજર્સી (IHCNJ) તથા શ્રી સ્વામિનારાયણ મંદિર  સીકોસસ ન્યૂજર્સીના સંયુક્ત ઉપક્રમે 18 નવે.2018   રવિવારના રોજ 14 મો વાર્ષિક હેલ્થ ફેર રાખવામાં આવેલ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર  200,પેનહોર્ન એવન્યુ સીકોસસ ન્યુજર્સી મુકામે યોજાનારા આ કેમ્પ  નો સમય સવારે ૮-૩૦ થી બપોરે 1 વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે. આ હેલ્‍થ કેમ્પમાં ૪૦ વર્ષથી  વધુ વયના તથા મેડીકલ ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો અગાઉથી  રજીસ્‍ટ્રેશન કરાવી ભાગ લઇ શકશે.રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 9 નવે 2018 છે.

 આરોગ્‍ય નિદાન સાથે  રોગ થતા અટકાવવા માટે માર્ગદર્શન આપતા આ કેમ્‍પમાં બ્‍લડ ટેસ્‍ટ, EKG, આંખોનું નિદાન, ફીઝીકલ એકઝામિનેશન, કાર્ડિયાક  કેન્‍સર સ્‍ક્રિનીંગ,  દાંતોનું નિદાન, ફીઝીકલ થેરાપી, ફાર્મસી તથા ડાએટરી કાઉન્‍સેલીંગ, મેન્‍ટલ હેલ્‍થ સ્‍ક્રિનિંગ, સહિતની સેવાઓ આપવામાં આવશે. જેમાં અગાઉથી  રજીસ્‍ટ્રેશન કરાવી લેનાર તમામ લોકોએ કેમ્‍પની તારીખ 18 નવે.ના રોજ સવારે ૮-૩૦ કલાકે પહોંચી જવા જણાવાયું છે. સાથે પોતાના પ્રિસ્‍ક્રીપ્‍શનની ફાઇલ  રાખવા જણાવાયું છે. તમામ માટે બ્રેકફાસ્‍ટ તથા લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.આ તકે ન્યુજર્સી સ્ટેટ કમિશન ફોર બ્લાઇન્ડ દ્વારા આંખોનું નિદાન કરી અપાશે.

રજીસ્ટ્રેશન માટે તથા વિશેષ માહિતી માટે  ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ  www.IHCNJ.org અથવા ગુજરાત દર્પણ અથવા તિરંગા  દ્વારા સંપર્ક સાધી શકાશે બાદમાં ૧ ડિસેં. ૨૦૧૮ના રોજ IHCNJની ૨૦ વર્ષની સેવાઓને ધ્‍યાને લઇ બોલીવુડ મ્‍યુઝીક ઇવનીંગ તથા ડિનરનું આયોજન કરાયું છે. જેનું સ્‍થળ બાલાજી ટેમ્‍પલ ઓડિટોરીઅમ રાખવામાં આવ્‍યું છે. તેવું  ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯ દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)