મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

શાહરૂખખાનની માર્કશીટ સોશ્યલ મીડિયામાં વાયરલઃ અંગ્રેજીમાં આવ્યા હતા ખુબ ઓછા માકર્સ

બાદશાહ ખાન જે વિષયમાં નબળા હતા તેમાં જ પાવરફુલ સાબિત

 મુંબઈ : બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન વિદેશની તમામ યુનિવર્સિટીઓમાં શાહરૂખ ખાન લેકચર લેવા માટે જાય છે પણ શાહરૂખ ખાનનું અંગ્રેજી ખાસ નહોતું એ આ તસવીર જોયા બાદ માનવું પડશે.બાદશાહ શાહરૂખ ખાન પોતાની સ્ટાઇલ અને સ્ટેટમેન્ટ માટે વાયરલ થતા હોય છે પણ આ વખતે કિંગ ખાન વાયરલ થઇ રહ્યા છે તેમની જૂની માર્કશીટ માટે.  દિલ્હી યુનિવર્સિટી દ્વારા શેર કરવામાં આવેલી શાહરૂખની આ તસવીરમાં શાહરૂખના માર્કસ તમે જોઇ શકો છો, જેમાં શાહરૂખ ખાનને અંગ્રેજીમાં ખૂબ ઓછા માર્ક હોવાનું સ્પષ્ટ દેખાઇ આવે છે. જોકે આજે શાહરૂખ ખાનનું અંગ્રેજીનું વાંચન જ એટલું છે કે માનવું પડે બાદશાહ ખાન જે વિષયમાં નબળા હતા તેમાં જ પાવરફુલ સાબિત થયા છે. 

(3:57 pm IST)