મુખ્ય સમાચાર
News of Friday, 19th October 2018

કર્ણાટક : મહાબળેશ્વર મંદિરમાં શ્રધ્ધાળુઓને જીન્સ પેન્ટ પર પ્રતિબંધ : મંદિરમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ કર્યો

પુરૂષો ધોતી અને મહિલાઓ સાડી પહેરીને મંદિરમાં જઇ શકે છે

બેંગલુરૂ તા. ૧૯ : કર્ણાટકના પ્રસિદ્ઘ ગોકર્ણના મહાબલેશ્વર મંદિરમાં દર્શન માટે હવે શ્રદ્ઘાળુઓ માટે મંદિર પ્રશાસને ડ્રેસ કોડ જાહેર કર્યો છે. જેમાં જીન્સ પેન્ટ, પાયજામા અને બરમૂડા શોર્ટ્સ પહેરની મંદિરમાં જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મંદિરમાં હવે પુરુષો માત્ર ધોતીમાં અને મહિલાઓ સલવાર સૂટ કે સાડીમાં જ પ્રવેશી શકશે.

ગોકર્ણ મહાબલેશ્વર મંદિરના કાર્યકારી અધિકારીએ હલપ્પાએ ગુરુવારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યુ કે, અમે ગોકર્ણમાં ડ્રેસ કોડ પહેલેથીજ લાગુ કરી દીધો છે. પ્રતિબંધ પહેલાથી જ હતો પરંતુ અમે એક મહિના પહેલા તેને લાગુ કર્યો છે.

આ સિવાય આ મંદિરમાં જીન્સ પેન્ટ સિવાય ટી-શર્ટ, હેટ, કેપ અને કોટ પહેરીને પ્રવેશ કરવાની પણ મનાઇ છે. પુરુષો ધોતી અને મહિલાઓ સાડી પહેરીને મંદિરમાં જઈ શકે છે. મહિલા પણ જીન્સ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ મંદિરનું નિર્માણ ચોથી સદીમાં કદંબ રાજવંશના મયૂર શર્માએ કરાવ્યું હતું.

 

(9:54 am IST)