મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

વાહન ચોરાઈ ગયું છે તેવી જાણ કરવામાં મોડું થવાથી કલેઇમ નકારી શકાય નહીં : સુપ્રીમ કોર્ટે ડીસ્ટ્રીકટ તથા સ્ટેટ કન્ઝ્યુમર ફોરમનો ચુકાદો માન્ય રાખ્યો : વીમેદારને 12 ટકા વ્યાજ સાથે 3,40,000 રૂપિયા ચૂકવી દેવા વીમા કંપનીને હુકમ કર્યો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે વીમા કંપનીને ચોરીની ઘટના વિશે જાણ કરવામાં થયેલો માત્ર વિલંબ કલેઇમ નકારવા માટેનું કારણ ન હોઈ શકે.

ફરિયાદીએ એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મેજર જીપ ખરીદી હતી જે દારૂની દુકાનની ઓફિસની બહાર ચોરાઇ હતી, જેમાં તે ભાગીદાર હતો. વાહનનો વીમો યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિ. સાથે હતો. વિમેદારે વીમા કંપનીને ફોન પર વાહનની ચોરી અંગે જાણ કરી હતી, પરંતુ લેખિત ફરિયાદ બાદમાં કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર રિડ્રેસલ ફોરમ દ્વારા ફરિયાદને મંજૂરી આપવામાં આવી હતી અને વીમાની રકમ, એટલે કે રૂ. 3,40,000/- ફરિયાદીને 12% વ્યાજ સાથે. ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો.

વીમા કંપની દ્વારા આ હુકમ સામે ફરી દાખલ કરવામાં આવેલી અપીલને રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ પંચ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

બાદમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી.જેણે સુપ્રીમ કોર્ટે ડીસ્ટ્રીકટ તથા સ્ટેટ કન્ઝ્યુમર ફોરમનો ચુકાદો માન્ય રાખ્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)