મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

અદભુત સંયોગ : હોળી દુર્ઘટનામાં બે બાળકી ગુમાવનાર દંપતીને ઠીક બે વર્ષ બાદ બે જુડવા બાળકોનો જન્મ થયો

ગ્લાસ ફેક્ટરીમાં કામ કરનાર ટી અપ્પલા રાજૂના ઘરે બે વર્ષ પહેલા 15 સપ્ટેમ્બર 2019ના ઉપર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો

આંધ્ર પ્રદેશના વિશાખાપટનમ નિવાસી ટી અપ્પલા રાજૂ અને ભાગ્યલક્ષ્મીને 15 સપ્ટેમ્બર 2019ના દિવસે આંધ્ર પ્રદેશની ગોદાવરી નદીમાં થયેલી હોડી દુર્ઘટનામાં બે બાળકીઓને ગુમાવી હતી. આ દુર્ઘટનામાં 50થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં રાજુ અને ભાગ્યલક્ષ્મીની ત્રણ વર્ષની અને 1 વર્ષની બે બાળકીઓના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાના ઠીક બે વર્ષ બાદ 15 સપ્ટેમ્બર 2021ના દિવસે ભાગ્યલક્ષ્મીએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. ભાગ્યનું ચક્ર કહીએ તો બંને બાળકીઓ જ હતી. દંપતીનું કહેવું છે કે જે દિવસે તેમણે પોતાની પુત્રીઓને ગુમાવી હતી. એ દિવસે જુડવા બાળકો થવા ભગવાનના આશીર્વાદ છે.

ગ્લાસ ફેક્ટરીમાં કામ કરનાર ટી અપ્પલા રાજૂના ઘરે આજથી બે વર્ષ પહેલા 15 સપ્ટેમ્બર 2019ના ઉપર દુઃખનો પહાડ તુટી પડ્યો હતો. દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે ગોદાવરી નદીમાં એક ડબલ ડેકર લોન્ચ એક ભવરમાં ફસાઈને ડુબી ગયું હતું.

32 વર્ષીય અપ્પલા રાજુના એ જણાવ્યું હતું કે એ દિવસે થોડી બેચેની હતી જેના કારણએ દંપતીએ છેલ્લી ઘડીએ પોતાની યાત્રા રદ્દ કરી દીધી હતી. જોકે તેની બે પુત્રીઓ ગીતા વૈષ્ણવી અને ધાત્રી અનન્યા પોતાના સંબંધીની સાથે શ્રીરામ મંદિર તીર્થ યાત્રા માટે ગઈ હતી.

 

અપ્પલાએ જણાવ્યું કે આ સમયે હોડીમાં તેમના પરિવારમાં 11 લોકોનો સમાવેશ થયો હતો. જેમાંથી માત્ર એક સભ્ય બચી શક્યું હતું. ભાગ્યલક્ષ્મીએ જણાવ્યું હતું કે, નવજાત શિશુઓમાં પણ તેમની મૃતક બાળકીઓ સમાન લક્ષણ છે. બંને બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ્ય છે. તેમણે જણાવ્યું દુર્ઘટનાના દિવસે મારી બંને પુત્રીઓ એક હોડીમાં સવાર હતી.

 

આ દુર્ઘટનામાં આખા પરિવારને હચમચાવી દીધો હતો. હોડી દુર્ઘટનામાં આખા પરિવારમાં 10 સંબંધીઓના મોત નીપજ્યા હતા. જોકે હવે બે બાળકોના આગમનથી લોકોમાં ખુશી છે.

(6:56 pm IST)