મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

સિદ્ધુના સલાહકારે કેપ્ટ્ન અમરિંદર પર ISI એજન્ટ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો

ટ્વિટ કરીને કહ્યું કે મને મોઢું ખોલવા માટે મજબૂર ન કરો, નહીંતર મારી પાસે તમારી વિરુદ્ધ તમામ પુરાવા છે.

નવી દિલ્હી : મોહમ્મદ મુસ્તફાએ કહ્યું, કેપ્ટન સાહેબ, આપણે લાંબા સમયથી પારિવારિક મિત્રો છીએ. મને મોં ખોલવા માટે મજબૂર ન કરો. હું જાણું છું કે તમારી પાસે સામેથી જૂઠું બોલવાની ક્ષમતા છે. નવજોત સિંહ સિદ્ધુ પર રાજકીય ટિપ્પણીઓ ઠીક છે, પરંતુ તેમની દેશભક્તિ પર સવાલ ઉઠાવવો બિલકુલ યોગ્ય નથી.

મુસ્તફાએ કેપ્ટનને આડેહાથ લેતા કહ્યું કે, 14 વર્ષ સુધી તમે એક મહિલા ISI એજન્ટ સાથે રહ્યા. પરંતુ તમે ક્યારેય સરકારમાં તેમની દખલગીરીનો ઉલ્લેખ કર્યો નથી. તમે તમારા વિદેશી એકાઉન્ટમાં દુનિયાભરના નાણાં જમા કરાવ્યા. આવી સ્થિતિમાં તમને રાષ્ટ્રવાદ પર ભાષણ આપવું શોભા નથી દેતું.

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદરે તેમના હરીફ નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે સિદ્ધુને દેશની સુરક્ષા માટે ખતરો પણ ગણાવ્યો હતો. આ નિવેદન પર સિદ્ધુના સલાહકાર અને પંજાબના પૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાએ વળતો જવાબ આપ્યો છે. મોહમ્મદ મુસ્તફાએ ટ્વિટ કરીને કહ્યું કે મને મોઢું ખોલવા માટે મજબૂર ન કરો, નહીંતર મારી પાસે તમારી વિરુદ્ધ તમામ પુરાવા છે. મુસ્તફાએ એક ગીતનો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'રાજ કો રાજ રહેને દો…'

(4:41 pm IST)