મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

સાઉદી અરબના વિદેશમંત્રીનું ભારતમાં આગમન : આજે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાન પર ચર્ચા થવાનો અણસાર

સાઉદી અરબના વિદેશ મંત્રી ફેસલ બિન ફરહાન અલી સઉદી શનિવારે ત્રણ દિવસોની યાત્રા પર ભારત પહોંચ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, સઉદી વિદેશ મંત્રીની ભારત યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા ઉપરાંત ભારતીય નેતાઓ સાથે અફઘાનિસ્તાનના મુદ્દા પર ચર્ચા થઈ શકે છે.

વિદેશ મંત્રાલય અનુસાર સઉદી વિદેશ મંત્રી પોતાના ભારતીય સમરક્ષ એસ જયશંકરે રવિવારે મળશે. સોમવારે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કર્યું, “સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફેસલ બિન ફરહાન અલ સઉદી શનિવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા.”

અલ સઉદી સોમવારે સાંજે ભારતથી ન્યૂયોર્ક માટે રવાના થઈ જશે.

સઉદી અરબના વિદેશ મંત્રીની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અફઘાનિસ્તાનના ઘટનાક્રમ પર દુનિયાની પ્રમુખ શક્તિઓ સાથે સંવાદ કરી રહ્યું છે.

જયશંકર અને અલ સઉદી વચ્ચે થનારી વાતચીતમાં અફઘાનિસ્તાન એક મહત્વપૂર્ણ મુદ્દો હોઈ શકે છે.

એક ક્ષેત્રીય શક્તિના રૂપમાં અફઘાનિસ્તાનને લઈને સઉદી અરબનું સ્ટેન્ડ ખુબ જ મહત્વ રાખે છે. ખાડીના બીજા દેશ જેમાં કતાર અને ઈરાન સામેલ છે, પહેલાથી જ તેઓ અફઘાન શાંતિ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી રહ્યાં છે.

ખાડી દેશોમાં ભારત સંયુક્ત અરબ અમીરાત, સઉદી અરબ, કતાર અને ઈરાન સાથે અફઘાનિસ્તાનના મુદ્દા પર સંપર્ક બનાવેલો છે.

(2:39 pm IST)