મુખ્ય સમાચાર
News of Sunday, 19th September 2021

મેરેજ સર્ટિફિકેટના અભાવે અનેક વિધવાઓ સરકારી યોજનાઓના લાભથી વંઘીત રહે છે : વિધવાઓના હિતમાં રાજસ્થાન વિધાનસભામાં બાળ લગ્ન નોંધણી બિલને મંજૂરી

વિધાનસભા બાળ વિવાહ કરવાની મંજૂરી આપી રહી હોવાના આક્ષેપ સાથે ભાજપ ધારાસભ્યોનો વોકઆઉટ

જયપુર : રાજસ્થાન વિધાનસભામાં બાળ લગ્ન નોંધણી બિલને મંજૂરી આપવામાં આવી છે.જેના કારણમાં સંસદીય કાર્યમંત્રી શાંતિ ધારીવાલે કહ્યું હતું કે લગ્નની નિર્ધારિત ઉમરથી ઓછી ઉમરના લગ્નની નોંધણી ફરજિયાત કરવાનું સુપ્રીમ કોર્ટના આદેશોના પાલન અનુસાર કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે મેરેજ સર્ટિફિકેટ એક લીગલ ડોક્યૂમેંટ છે અને તેના અભાવે અનેક વિધવા મહિલાઓને રાજ્યની સેવાઓનો લાભ નથી મળતો.

વિરોધ પક્ષના મંતવ્ય મુજબ રાજસૃથાનમાં સરકારે ખુલ્લેઆમ બાળ લગ્નને છૂટ આપી દીધી છે. જ્યારે આ બિલને વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું ત્યારે ભાજપે મત વિભાજનની માગણી કરી હતી.

સભાપતિ રાજેંદ્ર પારીકના ઇનકાર પર ભાજપના ધારાસભ્યોએ વેલમાં આવીને નારેબાજી કરીને વોકઆઉટ કર્યું હતું. જ્યારે બિલ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અશોક લાહોટીએ કહ્યું હતું કે બિલનું પાસ થવું વિધાનસભા માટે કાળા દિવસ સમાન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:20 am IST)