મુખ્ય સમાચાર
News of Saturday, 19th September 2020

સટ્ટાકીય લેવાલી અને સ્થાનિક માંગને પરિણામે સોના ચાંદીમાં મજબુતાઇ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો :તહેવારોમાં પણ સોના-ચાંદીમાં મજબુતાઇની સંભાવના

નવી દિલ્હી : સટ્ટાકીય લેવાલી અને સ્થાનિક માંગને પરિણામે સોના-ચાંદીમાં મજબુતાઇ જોવા મળી છે. ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળેલ હતો. આગામી તહેવારોમાં પણ સોના-ચાંદીમાં મજબુતાઇની સંભાવના જણાય છે.

સોનાનો (bullion)ભાવ પ્રતિ દસ ગ્રામે 224 રૂપિયા વધી 52,672 થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું મજબૂત હતુ. કીમતી ધાતુનો ભાવ પ્રતિ દસ ગ્રામે 52,448 રૂપિયા પર બંધ આવ્યો હતો. હાજર ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 620 રૂપિયા વધીને 69,841 થયો હતો, જે ગઈકાલે 69,221 પર બંધ આવ્યો હતો.

અમદાવાદમાં જોઈએ તો 99.9 સોનુ 52,000થી 53,500 થયું હતું. જ્યારે 99.5 સોનું 51,800થી વધી 53,300 થયું હતું. જ્યારે હોલમાર્કવાળા સોનાનો ભાવ વધીને 52,430 થયો હતો. ચાંદી ચોરસાનો ભાવ 63,000થી વધીને 65,500 થયો હતો. રૂપુનો ભાવ 62,800-65,300 થય હતો. સિકક્કા જૂનાનો ભાવ 575થી 775 હતો.

સટોડિયાઓએ હાજર માંગમાં નવી પોઝિશન લેતા શુક્રવારે સોનાના ભાવ પ્રતિ ઔંસે 82 રૂપિયા વધતા 51,535 થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ (MCX) પર ઓક્ટોબર ગોલ્ડ કોન્ટ્રાક્ટ ડિલિવરીનો ભાવ પ્રતિ દસ ગ્રામે 82 રૂપિયા કે 0.16 ટકા વધ્યો હતો. અહીં 9,286 લોટના સોદા પડ્યા હતા. બજારના સહભાગીઓએ બનાવેલી નવી પોઝિશન્સના લીધે સોનાના ભાવમાં આ વધારો જોવા મળ્યો હતો, એમ વિશ્લેષકોએ જણાવ્યું હતું.

રૂપિયામાં જોઈએ તો વિદેશી બજારમાં રૂપિયો 21 પૈસા મજબૂત બનીને 73.45 ડોલર પર બંધ આવ્યો હતો. જ્યારે મજબૂતાઈથી શરૂ થયેલો રૂપિયો 134.03 પોઇન્ટ કે 0.34 ટકા ઘટીને 38,845.82 પર બંધ આવ્યો હતો. આ જ રીતે એનએસઇ નિફ્ટી 11.15 પોઇન્ટ કે 0.10 ટકા ઘટીને 11,504.95 પર બંધ આવ્યો હતો.

આ જ રીતે મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ ( (MCX) પર સોનાના ભાવ પ્રતિ કિલો 236 રૂપિયા કે 0.35 ટકા વધીને 68,378 થયા હતા. તેમા કુલ 17,076 લોટના સોદા થયા હતા.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે હકારાત્મક ટ્રેન્ડ લીધે સહભાગીઓએ નવી પોઝિશન્સ બનાવતા ચાંદીના ભાવમાં આ વધારો થયો હતો. શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ સામાન્ય ઘટ્યા હતા. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 20 સેન્ટ ઘટીને પ્રતિ બેરલ 43.10 ડોલર થયો હતો, જ્યારે યુએસ ઓઇલ ફ્યુચર્સ 20 સેન્ટ ઘટીને 40.77 ડોલર થયા હતા.

(12:00 am IST)