મુખ્ય સમાચાર
News of Thursday, 19th September 2019

IIFA 2019માં ફિલ્મી કલાકારો જોવા મળ્યા અવનવા લુકમાં

નવી દિલ્હી: પોતાના 20 વર્ષોના ઇતિહાસમાં પહેલીવાર દેશમાં થયેલા IIFA ( ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ) 2019માં બોલીવુડના સ્ટાર સુંદર અંદાજમાં જોવા મળ્યા. એવોર્ડ્સમાં આખરે કોણ બન્યું બેસ્ટ એક્ટર તો કોને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, તેને લઇને ઉત્સુકતા હતી, સાથે આઇફાના ગ્રીન કાર્પેટ પર સ્ટારનો લુક પણ ખૂબ સુંદર જોવા મળ્યો. બુધવારે રાત્રે આઇફા એવોર્ડ્સ નાઇટ મુંબઇના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડીયા (NSCI) માં આયોજિત કરવામાં આવ્યો. અહીં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણસલમાન ખાન, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત, કેટરિના કૈફ જેવા સ્ટાર પોતાની ચમક વિખેરતા જોવા મળ્યા.

તમને જણાવી દઇએ કે IIFA એવોર્ડ્સનું આયોજન ગત વર્ષે થાઇલેન્ડમાં થયું હતું અને દિગ્ગજ અભિનેત્રી રેખાએ વર્ષો બાદ સ્ટેજ પર પરફોર્મ કરી બધાનું દિલ જીતી લીધું હતું.

(4:28 pm IST)