મુખ્ય સમાચાર
News of Thursday, 19th September 2019

ઉતરાખંડમાં ખેડૂત પર બનેલી ડોકયુમેન્ટરી ફિલ્મ ઓસ્કારની દોડમા સામેલ

     ઉતરાખંડના પૌડી ગઢવાલના રહેવાવાળા ખેડુત વિદ્યાદત્તના સંઘર્ષ પર બનેલી ડોકયુમેન્ટરી ફિલ્મ 'મોતી બાગ' ર૦ર૦ ના ઓસ્કાર એવોર્ડ માટે નોંધાઇ છે.

     ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવતએ મંગળવારના નિર્દેશક નિર્મલચંદ્ર ડંડરિયાલને અભિનંદન આપ્યા. રાવતએ કહ્યું કે ફિલ્મ યુવાનોને ગામમાં રહી પોતાના સમુદાયો માટે કામ કરવા માટે પ્રેરિત કરશે.

(12:14 am IST)