News of Wednesday, 19th September 2018
કર્ણાટક - પતિને ઓછામાં ઓછા રોજ ૩ ચેનની ચીલઝડપ કરવા લક્ષ્યાંક આપનાર પત્નિની ધરપકડ
કર્ણાટકના કેન્ગિીરી પોલીસે એક ચેન ચીલઝડપ કરનારનો ચેન ની ચીલ ઝડપ કરવા માટે પ્રોત્સાહિત કરવાના આરોપમાં ચીલ ઝડપનારની ર૯ વર્ષીય પત્નીની ધરપકડ કરેલ છે. ચીલ ઝડપનારે પોતાની ધરપકડ બાદ જણાવ્યું કે એની પત્ની દરરોજ ઓછામાં ઓછા ૩ ચેન ઝુંટવાનો લક્ષ્ય આપેલ. ચીલ ઝડપનારના ઘરમાંથી ૧ કરોડના આભૂષણો પણ મળ્યા છે.
(11:58 pm IST)