મુખ્ય સમાચાર
News of Wednesday, 19th September 2018

મેઘાલયના કૉન્ગથૉન્ગ ગામમાં લોકો એકબીજાને બોલાવવા નામના બદલે કરે છે સંગીતનો ઉપયોગ

ભારતના મેઘાલય રાજ્યમાં આવેલું કૉન્ગથૉન્ગ ગામ એક અનોખુ ગામ છે. આ ગામમાં અલગ અલગ સંગીત અને સીટીઓથી વાતાવરણ ગુંજતુ રહે છે. તેનું કારણ છે અહી લોકો એકબીજાને નામથી બોલાવવાને બદલે વિવિધ સંગીત અને સીટીઓથી બોલાવે છે. આ ગામમાં મોટાભાગના લોકો ખાસી જનજાતિના છે. પરંપરા મુજબ અહીં માતા જ પોતાના બાળક માટે સંગીત તૈયાર કરે છે.

(6:03 pm IST)