મુખ્ય સમાચાર
News of Wednesday, 19th September 2018

પેન્શન મેળવવા અને તે માટેનો આદેશ જારી કરાવવા પેન્શન કચેરીના ચક્કર કાપવા પડશે નહીં

કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જશે

નવી દિલ્હી તા. ૧૯ : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર છે. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના નિવૃત્તિ દિને જ પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) એટલે કે પેન્શન ચુકવણીનો આદેશ મળી જશે. આમ, હવે કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્ત્। થયા બાદ પોતાનું પેન્શન મેળવવા અને તે માટેનો આદેશ જારી કરાવવા પેન્શન કચેરીના ચક્કર કાપવા પડશે નહીં.

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે તેમના નિવૃત્તિના દિવસે જ પેન્શન પેમેન્ટ ઓર્ડર મળી જાય તે માટેનું એક સુગ્રથિત મિકેનિઝમ ગોઠવાઇ ગયું છે.

અખિલ ભારતીય પેન્શન અદાલતનું ઉધ્ઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવી સૂચના આપી છે કે પેન્શનધારકોની ફરિયાદના સમાધાન માટે તેમને અવરોધમુકત વહીવટી સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે પેન્શન અદાલતો પેન્શનધારકોની ફરિયાદોનુું સ્થળ પર જ સમાધાન અને નિરાકરણ લાવવામાં મદદ કરશે. કેન્દ્ર સરકારે પેન્શનધારકોની સહાય માટે અનેક મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં નિવૃત્ત્। લોકોની સંખ્યા વધી રહી છે અને સકારાત્મક રીતે તેમની ઊર્જાને યોગ્ય દિશામાં વાળવા પગલાં લેવાં જોઇએ.

આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે છ પેન્શનધારકોનું 'અનુભવ પુરસ્કાર-ર૦૧૮' એનાયત કરીને અભિવાદન કર્યું હતું. અનુભવ એક એવો મંચ છે કે જયાં નિવૃત્ત્। કર્મચારીઓ સરકાર સાથે પોતાના કાર્યના અનુભવને શેર કરે છે.

આ પ્રસંગે તેમણે કેન્દ્રીય સરકારી પેન્શનધારકો માટે ટકાઉ સુધારાનો યુગ એવી એક પુસ્તિકાનું પણ વિમોચન કર્યું હતું. જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે સક્રિય જીવનમાંથી સેવા નિવૃત્ત જીવનમાં પ્રવેશની પ્રક્રિયા અત્યંત સુચારૂરૂપે સંપન્ન થવી જોઇએ.(૨૧.૩૦)

(4:10 pm IST)