મુખ્ય સમાચાર
News of Wednesday, 19th September 2018

કોંગ્રેસ વારંવાર સુપ્રીમ કોર્ટમાં આવીને ચૂંટણી પંચની કાર્યપદ્ધતિમાં ખલેલ પહોંચાડી રહી છે

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

 

નવી દિલ્હી :ભારતીય ચૂંટણી પંચે એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું કે કોંગ્રેસ તેને વારંવાર પ્રકારે કોર્ટમાં ઢસડીને લાવે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને જણાવ્યું કે કોંગ્રેસ વારંવાર સુપ્રીમ કોર્ટમાં આવીને ચૂંટણી પંચની કાર્યપદ્ધતિમાં ખલેલ પહોંચાડી રહી છે

   .કોંગ્રેસ એક ખાસ અંદાજમાં ચૂંટણી કરાવવા માટે દિશાનિર્દેશ જાહેર કરાવે.કોંગ્રેસની મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એકમના પ્રમુખોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કહ્યું છે કે ચૂંટણી પંચે નકલી વોટર્સના નામ મતદાર યાદીમાં દૂર કરાવવા જોઇએ. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે તે અપીલને સ્વીકારી લઇને ચૂંટણી પંચને નોટિસ ઇશ્યું કરી હતી.

  ચૂંટણી પંચે સુનાવણી દરમિયાન કહ્યું કે તે પોતાનું કામ કરી રહ્યું છે. તેના કામમાં આવી અરજીઓ દ્વારા દખલ દેવી ઉચિત નથી.અરજદાર ઇચ્છે છે કે ચૂંટણી પંચને દિશા નિર્દેશ આપવામાં કે ચૂંટણી પ્રક્રિયા કઇ રીતે થાય. ચૂંટણી પંચે પોતાના જવાબમાં કહ્યું કે ચૂંટણી પંચ કાયદાકીય જોગવાઇ મુજબ ચૂંટણી કરાવે છે.

(9:21 am IST)