મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

ઇમરાનખાનને વધુ એક મોટો ઝટકો : પાક લશ્કરના વડા તરીકે જનરલ બાજવાને ૩ વર્ષનું એક્સ્ટેંશન આપવું પડ્યું.

પાકિસ્તાન લશ્કરના હાલના વડા જનરલ કમર જાવેદ બાજવા ફરીથી ત્રણ વર્ષ માટે પાકિસ્તાન લશ્કરના વડા તરીકે નિયુક્ત થયા છે. 

૫૮ વર્ષના બાજવા આ વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન તેમને માત્ર એક વર્ષનો જ એક્સ્ટેંશન આપવા માગતા હતા. પરંતુ જનરલ બાજવા એ ભારે દબાણ કરતાં ત્રણ વર્ષ માટે એક્સ્ટેન્શન આપવું પડ્યું છે.

(7:38 pm IST)