મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

ઉત્તરકાશીમાં વાદળ ફાટતા તબાહીનું તાંડવ! ૧૭ મૃતદેહ મળ્યાઃ દિલ્હી પણ એલર્ટ કરાયું

ભારે વરસાદથી ઉત્તરાખંડ-હિમાચલ સતત બેહાલ

નવી દિલ્હી, તા.૧૯: દેશના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદના કારણે ખુબ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કેરળ અને કર્ણાટક બાદ હવે હિમાચલ પ્રદેશ, ઉત્ત્।રાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદના કેરના કારણે ખુબ વિનાશ વેરાયો છે. અનેક લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં તો વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂર અને ભૂસ્ખલનના કારણે ઉત્તરાખંડમાં ભારે નુકસાન થયું છે. ઙ્ગઅહીંના આઠ જિલ્લાઓમાં તબાહી મચી છે. અનેક જગ્યાએ વાદળ ફાટવાના કારણે વિનાશ જોવા મળી રહ્યો છે. અનેક ઠેકાણે ભૂસ્ખલનના કારણે પહાડ તૂટીને રસ્તાઓ પર પડી રહ્યાં છે. ઉત્ત્।રકાશી, લામબગડ, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં પરિસ્થિતિ ખુબ ખરાબ છે. શાળા કોલેજો બંધ છે. હવામાન ખાતાએ આજે એટલે કે સોમવારે પણ વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સેક્રેટરી (ઈનચાર્જ)એ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યાં મુજબ ઉત્તરકાશીના મોરી તહસિલમાં વાદળ ફાટવાથી ૧૭ લોકોના મોત થયા છે.

મોરી વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને વાદળ ફાટવાથી ગ્રામીણો કાટમાળમાં દબાયેલા હોવાની સૂચના મળી હતી. જેના પર એસડીઆરએફની એક ટીમ બડકોટથી રવાના થઈ.

હિમાચલ પ્રદેશમાં ૭૦ વર્ષની સૌથી ભીષણ પૂર સ્થિતિ અને ઉત્ત્।રાખંડના ઉત્ત્।રકાશીમાં વાદળ ફાટવાથી નદીઓના ઘોડાપૂરે મોટી તબાહી મચાવી છે. બંને રાજયોમાં વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા ૩૧ લોકો માર્યા ગયા છે. અનેક લોકો લાપત્તા છે.

(4:20 pm IST)