મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

પાકિસ્તાનના અમેરિકી રાજદુતના કાશ્મીર નિવેદન ઉપર ભડકી અફઘાન એમ્બેસી

નવીદિલ્હીઃ અમેરિકામાં અફઘાનિસ્તાનના રાજદુત રહમાનીએ પાકિસ્તાનની રાજદુતના કાશ્મીર અંગેના  નિવેદન ઉપર ભડકી ઉઠયા હતા અને નિંદા કરી હતી. પાકિસ્તાની રાજદુતે જણાવેલ કે કાશ્મીરમાં હાલના તનાવથી અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા ઉપર અસર પડી શકે છે.

અફઘાન એમ્બેસી દ્વારા જાહેર કરાયેલ નિવેદનમાં જણાવ્યું છે કે ઈસ્લામિક રિપબ્લીક ઓફ અફઘાનિસ્તાન અમેરિકામાં પાકિસ્તાની રાજદુત અસદ માજીદ ખાનના નિવેદનની નિંદા કરે છે કે કાશ્મીરમાં ચાલી રહેલ તનાવના કારણે અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રીયા ઉપર અસર પડી શકે છે. એવી કોઈ પણ ટીપ્પણી જે કાશ્મીર તનાવને અફઘાનિસ્તાનની શાંતિ પ્રક્રિયા સાથે જોડે છે તે બેજવાબદારી ભરી છે.

તેમણે જણાવેલ કે કાશ્મીર ભારત- પાકિસ્તાનનો દ્વીપક્ષીય મામલો છે. રહમાનીએ જણાવેલ કે અફઘાનિસ્તાનને લાગે છે કે પાકિસ્તાન જાણી- જોઈને તેના દેશને કાશ્મીર મુદ્દા સાથે જોડવાની કોશીશ કરે છે. જે અફઘાનિસ્તાનમાં હિંસાને વધુ લંબાવવાનો પ્રયાસ છે. પાકિસ્તાનનો આ વિચિત્ર તર્ક છે. જેથી તેને તાલીબાન વિરૂધ્ધ કોઈ એકશન ન લેવાનું બહાનુ મળી જાય. રહેમાનીએ આગળ જણાવેલ કે પાકિસ્તાનને અફઘાનથી કોઈ ખતરો નથી. એવું કોઈ કારણ નથી જેથી સાબીત થાય કે પાકિસ્તાનને પશ્ચિમી સીમા ઉપર મોટી સંખ્યામાં સેના તૈનાત કરવાની જરૂર છે

(4:09 pm IST)