મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

દેશમાં મંદીની સ્થિતિ માટે જવાબદાર કોણ છે ? મોદી સરકારનું મૌન ખતરનાક :પ્રિયંકા ગાંધીના આકરા પ્રહાર

અનેક કંપનીઓનું કામ બંધ : લોકોને નોકરીમાંથી છૂટા કરાયા

નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, દેશમાં ભયંકર મંદી અંગે મોદી સરકારનું મૌન ખતરનાક છે. દેશમાં મંદીની સ્થિતિ માટે કોણ જવાબદાર છે. દેશમાં અનેક કંપનીઓનું કામ બંધ થયુ છે. લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

      દેશમાં મંદીના માહોલ વચ્ચે મોદી સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. જેથી આ મામલે પીએમ મોદી અને નાણા પ્રધાને નિવેદન આપવુ જોઈએ.

   અત્રે ઉલ્લેખનીય છે  આ પહેલા પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને બેરોજગારી મુદ્દે ઘેરી હતી. ત્યારે ફરીવાર મોદી સરકાર પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નિશાને આવી છે.

(12:29 pm IST)