મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું દિલ્હીમાં નિધન:82 વર્ષીય મિશ્રા ઘણા દિવસોથી બીમાર હતા

નવી દિલ્હી : બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું 82 વર્ષની વયે નિધન થયું છે તેઓ પાછલાં ઘણાં સમયથી બિમાર હતાં. જગન્નાથ મિશ્રાનું નિધન દિલ્હી ખાતે થયુ છે  તેમના નિધનની જાણકારી મળતાં જ બિહારના રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે.

    પોતાની રાજનૈતિક પકડના કારણે તેઓ ત્રણ વાર બિહારના મુખ્યમંત્રી બન્યા. તેમણે પહેલીવાર આ જવાબદારી વર્ષ 1975માં સંભાળી, બીજીવાર  તેઓ 1980માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા. છેલ્લે તેઓ 1989થી 1990 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતા

   તેઓ 90ના દશકના મધ્યમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ રહ્યા. બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાએ રાજનીતિ પહેલા પોતાના કરિયરની શરૂઆત લેક્ચરર તરીકે કરી હતી. પછીથી તેમણે બિહાર યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે સેવા આપી.હતી

  આ દરમિયાન તેમણે 40 જેટલાં રિસર્ચ પેપર લખ્યા. જગન્નાથ મિશ્રાને શરૂઆતથી જ રાજકારણ સાથે લગાવ હતો. તેઓ 90ના દશક વચ્ચે કેન્દ્રીય મંત્રી પણ રહ્યાં. બિહારમાં ડૉ. મિશ્રાનું નામ દિગ્ગજ નેતા તરીકે લેવાતું. તેમને મિથિલાંચલના સૌથી કદાવર નેતા માનવામાં આવતાં હતા.

(11:46 am IST)