મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

ભાજપના નેતાએ બંધૂકની અણીએ ૪-૪ વર્ષ સુધી સગીરાને પીંખી નાખી

મુંબઇના થાણેની રૃંવાડા ઉભા કરી દેતી ઘટના

થાણે (મુંબઇ) : અહીંના ૪૧ વર્ષીય ભાજપ નેતાએ ૪ વર્ષ પૂર્વે એક સગીર-નાની વયની છોકરીને પ્રપોઝ કરેલ પણ આ છોકરીએ સ્હેજે મનમો નહિ આપેલ. આથી આ દિકરીને બંધૂકની અણીએ ડરાવી ધમકાવી ૪ વર્ષ પૂર્વે બળાત્કારનો સીલસીલો શરૂ કરેલ.

 

પોલીસે આ નરાધમ નેતાને પકડી લઇ ર૧ સુધી રીમાન્ડ ઉપર લીધેલ છે.

છેલ્લા ૪ વર્ષથી આ બાળાની પાછળ આ ભાજપ નેતા પડી ગયેલ. પરંતુ આ સગીરા સતત ઇન્કાર કરતી રહેલ.

આ પછી ર૦૧પ ની સાલમાં ભયંકર ગુસ્સા સાથે બંદૂક બતાવી બળાત્કાર ગુજાર્યો. આ પછી લગાતાર આ સીલસીલો ચાલુ રહેલ. ગયા અઠવાડીયે આ સગીર બાળા થાકી-હારી પોલીસ પાસે દોડી ગઇ અને પોતાની કથની દર્શાવી. તેણે કહયું કે મને ડરાવી-ધમકાવી અનેક વખત રેપ કરેલ છે. પોલીસે પોકસો અને બળાત્કારની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી છે. (પ-પ)

(11:41 am IST)