મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાનમાં બનાવાશે વિરાટ કોહલી સ્ટેન્ડ :ડીડીસીએનો મોટો નિર્ણંય

વિશ્વકપમાં વિરાટ કોહલીના શાનદાર યોગદાને ડીડીસીએનું ગૌરવ વધાર્યું રજત શર્મા

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીની શાનદાર સિદ્ધિઓને જોતા દિલ્હી તથા જિલ્લા ક્રિકેટ એસોસિએશન (ડીડીસીએ)એ ફિરોઝશાહ કોટલા મેદાનના એક સ્ટેન્ડનું નામ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીના બે અન્ય પૂર્વ ખેલાડીઓ બિશન સિંહ બેદી અને મોહિન્દર અમરનાથના પણ કોટલામાં સ્ટેન્ડ છે, પરંતુ તેમને આ સન્માન નિવૃતી લીધા બાદ મળ્યું હતું. 

કોહલી સૌથી યુવા ક્રિકેટર છે, જેના નામે સ્ટેન્ડ રાખીને તેને સન્માનિત કરવામાં આવશે. ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ એક નિવેદનમાં કહ્યું, 'વિશ્વકપમાં વિરાટ કોહલીના શાનદાર યોગદાને ડીડીસીએનું ગૌરવ વધાર્યું છે. ઘણી સિદ્ધિઓ અને કેપ્ટનશિપમાં રેકોર્ડ બનાવવા માટે અમને તેને સન્માનિત કરવામાં ખુશી થશે.'

 

(12:00 am IST)