મુખ્ય સમાચાર
News of Monday, 19th August 2019

અરુણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક :પીએમ મોદી અને સંઘના પ્રમુખ મોહન ભાગવત એઇમ્સ પહોંચ્યા

છેલ્લાં કેટલાંક સમયથી એઈમ્સમાં દાખલ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર જાણવા પીએમ મોદી રાત્રે 8 વાગ્યે એઈમ્સ જશે. અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા
શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિતભાઈ  શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પુછી હતી.
 કેન્દ્રીય આરોગ્ય મંત્રી વર્ધને કહ્યું હતું કે ' એઇમ્સના ડોકટરો જેટલીની સારી રીતે દેખભાળ રાખે છે'. શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહ મંત્રી અમીતભાઈ  શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી એ પણ હોસ્પિટલમાં જેટલીના ખબર અંતર પૂછવા મુલાકાત લીધી હતી.જો કે એઇમ્સ દ્વારા જેટલીની તબીયત અંગે કોઇ જ બુલેટીન બહાર પાડવામાં આવ્યો નહતો.

(12:00 am IST)