મુખ્ય સમાચાર
News of Sunday, 19th August 2018

આખો દિવસ વોટ્સએપમાં વ્યસ્ત અને વારંવાર ડીપી બદલતી પત્નીથી પરેશાન પતિ પોલીસ સ્ટેશને પહોંચ્યો

ભાવતી રસોઈ બનાવતી નથી,બાળકો લખતા વાંચતા નથી અને પત્ની ધ્યાન રાખતી નથી

નવી દિલ્હી : સોશ્યલ મીડિયાની લતે ચડેલી પત્ની વિરુદ્ધ એક પતિ પોલીસ પહોંચ્યો છે NITમાં રહેનાર અને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરનારા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે તેની પત્ની આખો દિવસ વ્હોટ્સએપ પર રહે છે, ઘણીવાર DP બદલે છે. પોલીસે આ મામલો NIT મહિલા પોલીસ સ્ટેશન મીડિએશન સેન્ટરમાં મોકલી દીધો છે. પોલીસ પતિ-પત્ની વચ્ચે થયેલા આ વિવાદને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

   પોલીસ પાસે પતિ-પત્ની વચ્ચેના આવા નાના-નાના અનેક કિસ્સાઓ પહોંચી રહ્યાં છે. પોલીસ કાઉન્સિલિંગ દ્વારા આ ઝઘડાઓને નિવારવાના પ્રયત્ન કરી રહી છે. ફરિદાબાદના મીડિએશન સેન્ટરમાં છેલ્લા એક મહિનામાં આવા 90 કેસ નોંધાયા છે. આમાથી 47માં પતિ-પત્નીને પોલીસ સ્ટેશન બોલાવી સમાધાન કરવામાં આવ્યા.

  NIT એરિયાના જ એક વ્યક્તિને જમવા બાબતે પત્ની સાથે ઝઘડો થયો. વાત મહિલા પોલીસ સ્ટેશન પહોંચી તો પતિએ પત્ની વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે, તે મને ભાવતી રસોઈ બનાવતી નથી અને ક્યારેય અનિચ્છાએ બનાવે છે જેથી સ્વાદ આવતો નથી.

   એક પતિએ ફરિયાદ કરી છે કે, તેની પત્ની ઘરમાં સફાઈ રાખતી નથી. આ કારણે તેને ઘરે આવ્યા બાદ ગભરામણ અનુભવાય છે. પતિએ પોલીસને કહ્યું કે, તે ઘણીવાર આ અંગે પત્નીને ટોકી ચૂક્યો છે પણ પત્ની તેનું સાંભળતી નથી.

   ગુડગાાંવમાં એક પ્રાઈવેટ જૉબ કરનારી વ્યક્તિ પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવતા કહ્યું કે, તે આખો દિવસ ઑફિસમાં હોય છે. બાળકો લખતા-વાંચતા નથી અને તેની પત્ની તેમનું ધ્યાન રાખતી નથી.

 

(10:28 pm IST)