News of Sunday, 19th August 2018
ઉત્તરાખંડમાં ૧૧ વર્ષિય બાળકી ઉપર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા
દેહરાદૂન : ઉત્તરાખંડના ઉતરકાશી જિલ્લામાં ૧૧ વર્ષીય એક બાળકીનું તેના ઘરેથી જ અપહરણ કરીને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.ં ત્યારબાદ બાળકીની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉત્તરકાશી પોલીસ અધિક્ષક દદન પાલે કહ્યું હતું કે, આરોપીઓ ભાખડા ગામનું વીજ જોડાણ કાપીને પીડિતાના ઘરમાં ઘૂસ્યા હતા અને અપહરણ કર્યુ હતું. બાળકીને દૂર લઇ જઇને સામૂહિક બળાત્કાર આચર્યો હતો. ત્યારબાદ હત્યા કરીને મૃતદેહ ગામ પાસે જ આવેલા પુલ નજીક ફેંકી દીધો હતો. પોલીસે આ ઘટનામાં ચાર સંદિગ્ધની અટકાયત કરી છે. ઘટનાને પગલે ભાખડા ગામમાં તંગદિલી ફેલાઇ હતી અને લોકો દ્વારા પ્રવર્શન કરવામાં આવ્યું હતું.
(12:46 pm IST)