મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

સિદ્ધુને અધ્યક્ષ બનાવતા પહેલા સોનિયા ગાંધીએ પંજાબ કોંગ્રેસના સાંસદો સાથે કરી ટેલિફોનીક વાત

સાંસદોએ સોનિયાને કહ્યું હતું કે, જો તમે બીજાને મળતા હોવ તો અમને પણ મળો.

નવી દિલ્હી :  પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુ  અને કેપ્ટ્ન અમરિંદર સિંહ વચ્ચેના ખટરાગ વચ્ચે એક અહેવાલ મુજબ સિદ્ધુને અધ્યક્ષ બનાવવાની જાહેરાત પૂર્વે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબ સોનીયા ગાંધીએ મનિષ તિવારી, પ્રતાપસિંહ બાજવા, રવનીત બિટ્ટુ, ગુરજિત ઔજલા, અમરસિંહ સહિત પંજાબના તમામ સાંસદોને બોલાવ્યા હતા. અને તમામ વાંધા સાંભળ્યા હતા. વાતચીત દરમિયાન સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ પાસે જુના લોકોને પ્રાધાન્ય આપવાની માંગ કરી હતી.

 આ અગાઉ તમામ સાંસદોએ તેમની સાથે મુલાકાત માટે પત્ર લખ્યો હતો. સાંસદોએ સોનિયાને કહ્યું હતું કે, જો તમે બીજાને મળતા હોવ તો અમને પણ મળો.

  અત્રે ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સિદ્ધુને અધ્યક્ષ બનાવ્યા પછી પણ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે તેમનું વલણ નરમ પાડ્યું નથી. અહેવાલ છે કે, અમરિંદરસિંહે 21 જુલાઇએ કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને તેમના વિશેષ લોકોને બોલાવવા બોલાવ્યા છે. જોકે નવજોત સિંહ સિદ્ધુને આ લંચ પાર્ટીમાં આમંત્રણ અપાયું નથી.

(10:42 pm IST)