મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર દોડતી એક કાર જમીનમાં સમાઈ ગઈ : ચાલકનો બચાવ

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર દોડતી એક કાર જમીનમાં ધસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર યુવકે ભારે મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો હતો.

આ આઈ-10 કાર દિલ્હી પોલીસના જવાનની છે. જે એક મિત્રને મળીને દ્વારકા સેક્ટર-18ના અતુલ્યા ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે, મુખ્ય માર્ગ પરનો રસ્તો તૂટી પડ્યો અને ચાલતી ગાડી જમીનમાં સમાય ગઈ. દિલ્હી પોલીસનો જવાન અશ્વની પટેલ નગર વર્તુળમાં ટ્રાફિકમાં તૈનાત છે.

કાર ચાલક દિલ્હી પોલીસના જવાને કહ્યું કે તે આરામથી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો અને તેને ખબર જ નથી કે અચાનક ચાલતી કાર જમીનની અંદર સમાય ગઈ. તેને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો અને કારમાંથી મહા મુસીબચે બહાર નીકળી શક્યો.

આ ઘટના પછી સ્થળ પર એક ટોળું એકઠુ થઈ ગયું હતું અને કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પોલીસે કારને ક્રેનની મદદથી બહાર કાઢી હતી. આ અકસ્માત સમયે યુવક કારમાં એકલો જ હતો.

(9:55 pm IST)