મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

મુંબઈ: થાણેના કલવામાં ભારે વરસાદમાં મકાન ધરાશાયી થતા ચાર મહિલા સહિત પાંચના મોત: બેને બચાવી લીધા

મુંબઇમાં અવિરત વરસાદ વરસાદ ત્યાંના લોકો પર આપત્તિ સમાન તૂટી રહ્યો છે.  થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ થાણેના કલવામાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થયું હતું.  આને કારણે ચાર મહિલા સહિત પાંચનું મોત નીપજ્યું હતું.  જોકે, કાટમાળની અંદરથી બે લોકોને જીવંત બચાવવામાં આવ્યા હતા.  ભૂસ્ખલનના કારણે કાલવા વિસ્તારમાં ચાર મકાનોને નુકસાન પહોંચ્યું છે.  અહીં પ્રશાસન તરફથી રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

 મુંબઇમાં ભારે વરસાદના એક દિવસ બાદ આજે સોમવારે સવારે વરસાદની તીવ્રતા થોડી હળવી થઈ હતી, પરંતુ દિવસમાં પાછી ફરી તીવ્ર થઈ હતી, જેના કારણે કેટલાક સ્થળોએ પાણી ભરાયા હતા અને મધ્ય રેલ્વે માર્ગ પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ હતી.  રવિવારે, ચેમ્બુરના માહુલ વિસ્તારમાં ૧૯ સહિત મહાનગરમાં વરસાદને લગતી ઘટનાઓમાં ૩૦ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યાં ભૂસ્ખલનના પગલે કેટલાક મકાનોની દિવાલ ધરાશાયી થઈ હતી.

(8:08 pm IST)