મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

રાજદ્રોહ કાનૂન પ્રેસની સ્વતંત્રતા ઉપર સંપૂર્ણ રોક લગાવનારો : પત્રકાર પેટ્રીસીયા તથા અનુરાધા ભસીનનો આઇપીસી કલમ 124 A ને સુપ્રીમ કોર્ટમાં પડકાર : રાજદ્રોહ કાનૂનને પડકારતી સુપ્રીમ કોર્ટમાં પાંચમી પિટિશન

ન્યુદિલ્હી : પત્રકાર પેટ્રીસીયા તથા અનુરાધા ભસીનએ  આઇપીસી કલમ 124 A ને પડકાર આપતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જેમાં જણાવાયા મુજબ રાજદ્રોહ કાનૂન પ્રેસની સ્વતંત્રતા ઉપર સંપૂર્ણ રોક લગાવનારો છે. રાજદ્રોહ કાનૂનને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીની આ પાંચમી પિટિશન છે .

પિટિશનમાં વિશેષમાં જણાવાયા મુજબ જ્યાં સુધીરાજદ્રોહ કાનૂન હટાવવામાં નહીં આવે ત્યાં સુધી પત્રકારોને ડરાવવા ,ચૂપ કરાવવા ,અને શિક્ષા કરાવવા તેનો બેરોકટોક ઉપયોગ થઇ રહ્યો છે.અત્યાર સુધીમાં કરાયેલા આ કાનૂનના દુરુપયોગ અંગે અરજદારોએ જણાવ્યું હતું કે રાજદ્રોહ કાનૂનના કરાયેલા કેસો પૈકી માત્ર 3.3 ટકા કેસ જ પુરવાર થઇ શક્યા  છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:58 pm IST)