મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

મોદી કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લેનારા પશ્ચિમ બંગાળના નિસિથ પ્રમાણિકની રાષ્ટ્રીયતાને લઇને રાજ્યસભામાં હંગામો

આસામ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ રિપુન બોરાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને નવનિયુક્ત કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિસિથ પ્રમાણિકની રાષ્ટ્રીયતા તપાસ કરવાનો આગ્રહ કર્યો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળથી આવનારા નિસિથ પ્રમાણિક જેમણે તાજેતરમાં જ મોદી કેબિનેટમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે, તેમની રાષ્ટ્રીયતાને લઇને રાજ્યસભામાં હંગામો થયો હતો. ટીએમસીના સુખેદુ શેખર રોય દ્વારા ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકની રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠ્યાબાદ રાજ્યસભામાં હંગામો થયો હતો.

આ પહેલા આસામ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ રિપુન બોરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવનિયુક્ત કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિસિથ પ્રમાણિકની રાષ્ટ્રીયતા તપાસ કરવાનો આગ્રહ કર્યો હતો. બોરાએ કહ્યુ હતું કે મીડિયાના એક વર્ગે આરોપ લગાવ્યો છે કે પ્રમાણિક બાંગ્લાદેશી નાગરિક છે. કોંગ્રેસ સાંસદે 16 જુલાઇએ પીએમ મોદીને પત્ર લખીને વડાપ્રધાનને તપાસ કરાવવાનો આગ્રહ કર્યો હતો.

બોરાએ પીએમને લખેલા પત્રમાં કહ્યુ, હું તમને નિસિથ પ્રમાણિકના વાસ્તવિક જન્મસ્થળ અને રાષ્ટ્રીયતા વિશે સૌને પારદર્શી રીતે તપાસ કરાવવા અને આખા કેસને સ્પષ્ટ કરવાનો આગ્રહ કરૂ છુ કારણ કે આ આખા દેશમાં ભ્રમ ઉભો કરે છે.

પશ્ચિમ બંગાળના કૂચબિહારથી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના સાંસદ બનેલા પ્રમાણિકને આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી મંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે પહેલા તૃણમૂલ કોંગ્રેસમાં હતા. 2019માં લોકસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપનો સાથ આપ્યો હતો. ભલે પ્રમાણિક સુધી ના પહોચી શકાયુ પરંતુ ભાજપ બંગાળ એકમે પલટવાર કરતા કહ્યુ કે આ માત્ર આરોપ છે અને પુરાવા સાથે તેની જરૂરત છે.

તેમણે કહ્યુ, કોઇ પણ આરોપ લગાવી સકે છે. આ કઇ પણ સાબિત કરતુ નથી, માત્ર આરોપોના આધાર પર પગલા નથી ભરી શકાતા. જો તેમની પાસે કોઇ ખાસ પુરાવા છે તો તેને સાર્વજનિક કરવા જોઇએ. ભાજપ પ્રવક્તા સામિક ભટ્ટાચાર્યએ કહ્યુ કે જો કોઇ માત્ર કેટલાક આરોપ લગાવીને પ્રાસંગિક બનાવવાનો પ્રયાસ કરે છે તો આ સ્વસ્થ વિચાર નથી.

(4:53 pm IST)