મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

મહિલા અને બાળક વિકાસના આંગણવાડી તથા હેલ્‍પરની 331 જગ્‍યાઓ માટે અરજીઓ મંગાવાઇઃ ઓછુ ભણેલા યુવાનો માટે નોકરીની સારી તક

નવી દિલ્લીઃ ઘણાં યુવાનો નોકરીની રાહ જોઈને બેઠાં હોય છે. નોકરીની શોધમાં ફરતા યુવાનોની સ્થિતિ શું હોય છે એ તો જેના પર વીતે એને જ ખબર હોય. એમાંય આ કોરોનાએ ઘણાં લોકોની નોકરીઓ પણ છીનવી લીધી છે. આ સ્થિતિની વચ્ચે નોકરી શોધતા અને ઓછું ભણેલાં યુવાનો માટે પણ નોકરીની સારી તક આવી છે.

મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના પદ માટે ભરતી કરવામાં આવી છે. કુલ 331 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે. આંગણવાડીમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાઓ પર સતતપણે ભરતી કરવામાં આવતી હોય છે. કોરોના કાળમાં ભરતીમાં ગ્રહણ લાગી ગયુ હતું અને બીજી લહેરમાં પણ ભરતી પાડવામાં આવી હોવા છતા પણ પરીક્ષા લેવામાં આવી ન હતી. ઘણા લાંબા સમયગાળા બાદ આંગણવાડીમાં ભરતી કરાઈ છે. મહિલા અને બાળ વિકાસના આંગણવાડી અને હેલ્પરના જોડાવવા માગતા યુવાનો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે. જો કે 1 જુલાઈથી અરજીની પ્રકિયા શરૂ થઈ ગઈ છે.

કેવી રીતે કરશો અરજી?

આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો આંગણવાડીની વેબસાઈટ anganwadirecruit.kar.nic.in પરથી કરી શકશે અરજી.

વય મર્યાદા:

આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનોની વય 18 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.અનામતવાળા યુવાનોને વયમાં છૂટ આપવામાં આવશે.

સિલેક્શનની પ્રક્રિયા:

જોડાવવા માગતા યુવાનો ઓછામાં ઓછું 4 ધોરણ પાસ અને વધુમાં વધુ 9 ધોરણ પાસ હોવા જોઈએ. સાથે જ મેરિટના આધારે સિલેક્શન કરવામાં આવશે.

પરીક્ષા ફી:

આંગણવાડી અને હેલ્પરમાં જોડાવવા માગતા યુવાનો માટે નોટિકેશનમાં પરીક્ષાની ફી વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉમેદવાર આંગણવાડીની વેબસાઈટ પરથી વધુ માહિતી મેળવી શકશે.

(4:31 pm IST)