News of Monday, 19th July 2021
અદાણી ગ્રુપની અનેક કંપનીઓની સેબી તપાસ કરી રહી છેઃ સરકાર
નવી દિલ્હીઃ આજે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં માહિતી આપી હતી કે, સેબી પોતાના નિયમોના પાલનને લઇને અદાણી ગ્રુપની અનેક કંપનીઓની તપાસ કરી રહી છેઃ આ બાબતને પગલે અદાણી ગ્રુપની અનેક કંપનીઓના શેર તૂટી ગયા છેઃ જેમાં અદાણી એન્ટર, અદાણી ટ્રાન્સ, અદાણી ગેસ, અદાણી ગ્રીન, અદાણી પોર્ટ અને અદાણી પાવરનો સમાવેશ થાય છે.
(4:01 pm IST)