મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

ઇલાજ પર ઓછુ ધ્યાન, રિયલ એસ્ટેટ ઉદ્યોગ બની ગઇ છે હોસ્પિટલોઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં હોસ્પિટલોમાં આગ અંગે ચિંતા વ્યકત કરી છેઃ કોર્ટે કહ્યુ છે કે હોસ્પિટલોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માનવીય ત્રાસદી છેઃ કોર્ટે કહ્યુ છે કે એવી સ્થિતિ ચાલી ન શકે કે નાની-નાની હોસ્પિટલો ઇમારતોમાં ચાલવા લાગે જ્યાં નિયમોનું પાલન થતુ ન હોયઃ રાજ્યએ સ્ટેડિયમ કે પછી બીજા સ્થાનો પર કોવિડ સેન્ટર ખોલવા જોઇએઃ સુપ્રિમ કોર્ટે આજે જણાવ્યુ છે કે હોસ્પિટલો દર્દીઓના ઇલાજ ઉપર ઓછુ ધ્યાન આપતો રિયલ એસ્ટેટ ઉદ્યોગ બની ગયો છેઃ હોસ્પિટલો પૈસા કમાવવાની મશીન બની ગઇ છે જે દર્દીઓની મુશ્કેલી વધારે છેઃ સુપ્રિમ કોર્ટે પોતાના આદેશ વિરૂદ્ધ નોટિફીકેશન અંગે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતોઃ સરકાર એવો આદેશ કઇ રીતે આપી શકે કે હોસ્પિટલો વિરૂદ્ધ પગલા ન લેવાઃ ગુજરાતમાં ૪૦ હોસ્પિટલો એવી હતી જ્યાં અગ્નિસુરક્ષાની વ્યવસ્થા નહોતીઃ સરકાર હાઇકોર્ટમાં પહોંચી કે અગ્નિસુરક્ષાના નિયમોનો ભંગ કરનાર હોસ્પિટલો વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવી ન જોઇએઃ આવો આદેશ કોર્ટનો અનાદર કહી શકાય

(4:01 pm IST)