મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

રાતના અંધારામાં પ્રેમી-પ્રેમિકા વાંધાજનક હાલતમાં ઝડપાયાઃ ગામ લોકોએ ત્યાં જ કરાવી દીધા લગ્ન

પ્રેમી-પ્રેમિકાના તાત્કાલિક લગ્ન કરાવવાનો પંચાયતે નિર્ણય લીધોઃ ગોર મહારાજની સામે લીધા મંગળફેરા

રામગઢ, તા.૧૯: ઝારખંડના રામગઢમાં રાતના અંધારામાં પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને ભારે પડી ગયું. ગામ લોકોએ બંનેને પકડીને લગ્ન કરાવી દીધા. પ્રેમી રવિવારને પ્રેમિકાને મળવા તેના દ્યરે પહોંચ્યો હતો. ગામ લોકોએ બંનેને વાંધાજનક સ્થિતિમાં પકડી લીધા. ત્યારબાદ બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા.

ગામ લોકોએ ઘટનાસ્થળે જ ગોર મહારાજને તેડાવી દીધા અને પ્રેમની હાથે પ્રેમિકાની માંગમાં સિંદુર ભરાવી દીધુંૅં. પ્રેમી હોન્હે પંચાયતના કુમ્હિયાટાંડ ગામનો રહેવાસી છે. જયારે પ્રેમિકા હોહદ ગામની છે. પ્રેમીએ પોતાનું નામ કપિલ મહતો જણાવ્યું. બંનેની વચ્ચે ગત ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

ગામ લોકોએ જણાવ્યું કે રવિવાર મોડી રાત્રે પ્રેમી પોતાની પ્રેમિકાને મળવા હોહદ ગામ આવ્યો હતો. પરંતુ તેની ભાળ ગામ લોકોને થઈ ગઈ હતી. ગામ લોકોએ પ્રેમીે પ્રેમિકાના દ્યરમાં વાંધાજનક સ્થિતિમાં પકડી લીધો. તે સમયે જ તાત્કાલિક પંચાયત બોલાવવામાં આવી. યુવતીના પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં ગામ લોકોએ બંને ના લગ્ન કરાવી દીધા. વિવાહ બાદ પ્રેમી અને પ્રેમિકા ખુશ દેખાયા.ગામ લોકો અનુસાર દ્યણા દિવસોથી બંને ચૂપચાપ મળતા હોવાની જાણ તેમને થઈ રહી હતી. આ કારણે સામાજિક રીતે બદનામી થઈ રહી હતી. તેથી બંનેના સગા-સંબંધીઓ તેમના સંબંધને ધાર્મિક અને સામાજિક દરજ્જો આપવો જરૂરી માનતા હતા. તેથી પકડાઈ જતાં બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

(3:59 pm IST)