મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

કેરળમાં બકરી ઇદમાં લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

કેરળ સરકારને નોટીસ ફટકારીને જવાબ માંગ્યો : કાલે ફરી સુનાવણી

નવી દિલ્હી,તા. ૧૯: કેરળમાં મુસ્લિમોના તહેવાર બકરી ઇદને લઇને લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટ પહોચી ગયો છે. બકરી ઇદના તહેવારને જોતા કેરળ સરકારે લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જેના વિરૂદ્ઘ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટે નોટિસ જાહેર કરીને કેરળ સરકાર પાસે જવાબ માંગ્યો છે.

કેરળમાં ત્રણ દિવસ ૧૮,૧૯ અને ૨૦ જુલાઇ માટે લોકડાઉનના નિયમમાં છૂટ આપવી રાજકીય અને સાંપ્રદાયિક વિચાર છે. જનહિત અરજીમાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટે યુપી કાંવડ યાત્રા પર કડક વલણ અપનાવ્યુ છે, જેને કારણે કાંવડ યાત્રાને રદ કરી દેવામાં આવી છે પરંતુ કેરળમાં ઘ્બ્સ્ત્ઝ્ર કેસની સંખ્યા વધારે છે જેને કારણે ત્રણ દિવસની છૂટ આપવાના આદેશ પર રોક લગાવવી જોઇએ.

ઉત્ત્।ર પ્રદેશમાં કાંવડ યાત્રા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ તો યુપી સરકારે કોર્ટને જણાવ્યુ કે આ વર્ષની કાંવડ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. ગત વર્ષે પણ કાંવડ યાત્રા થઇ નહતી. જો કોઇ શ્રદ્ઘાળુ સ્થાનિક મંદિરમાં અભિષેક માટે જાય છે તો તેને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવુ પડશે. દિલ્હી અને ઉત્ત્।રાખંડે પહેલા જ તેની પર રોક લગાવી દીધી હતી. બીજી તરફ કેરળમાં બકરી ઇદ દરમિયાન લોકડાઉનમાં છૂટ આપવા વિરૂદ્ઘ અરજી પર સુનાવણી દરમિયાન અરજી કરનાર તરફથી વિકાસ સિંહે દલીલ રજૂ કરી હતી.

તેમણે કહ્યુ, કેરળમાં આ સમયે પોઝિટિવિટી રેટ ૧૦.૬ ટકા છે જે સૌથી વધુ છે. અહી સુધી કે યુપી અને દિલ્હી કરતા પણ વધુ છે જયા કાંવડ યાત્રા રદ કરી દેવામાં આવી છે. એવામાં કેરળના આદેશ પર પણ રોક લગાવવી જોઇએ. કેરળ સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે અમે કેટલીક દુકાનો જ ખોલી છે. અમે કેન્દ્રના કોવિડ પ્રોટોકોલનું પુરી રીતે પાલન કરી રહ્યા છીએ.

સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને નોટિસ આપી જવાબ માંગ્યો છે, જે સોમવારે આપવો પડશે. મંગળવારે ફરી સુનાવણી યોજાશે. યુપી કાંવડ યાત્રા મામલે સુપ્રીમ કોર્ટે ચેતવણી સાથે સુનાવણી બંધ કરી છે.

(3:58 pm IST)