મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

તસ્કરો પાસેથી મળી આવ્યો દુર્લભ પ્રજાતિનો રેડ સેન્ડ બાઓ સાપ : આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ૨.૫ કરોડ

લખનૌ,તા.૧૯: ઉત્ત્।ર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના દુધવા ટાઇગર રિઝર્વના બફર ઝોનમાંથી પોલીસએ દુર્લભ રેડ સેન્ડ બાઓ પ્રજાતિના સાપની સાથે ચાર તસ્કરોની ધરપકડ કરી લીધી છે. જપ્ત કરવામાં આવેલા સાપની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં અઢી કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મામલો લખીમપુર ખીરીના મૈલાની પોલીસ સ્ટેશનની હદનો છે.

પોલીસને સૂચના મળી હતી કે એક દુર્લભ પ્રજાતિના રેડ સેન્ડ બોઆ સાપને કેટલાક તસ્કર વેચવાના ફિરાકમાં છે. ત્યારબાદ હરકતમાં આવેલી પોલીસે કાકોરી તિરાહે પર દરોડો પાડીને ૪ લોકોની ધરપકડ કરી. તેમની પાસેથી લગભગ ૪ કિલોગ્રામ વજનન એક રેડ સેન્ડ બાઓ પ્રજાતિના સાપનું શબ જપ્ત કરવામાં આવ્યું. પકડાયેલા આરોપીઓએ સ્વીકાર્યું કે આ પહેલા પણ તેઓ ૬ સાપોને પકડીને વેચી ચૂકયા છે.

ઉલ્લેખનીય છે કે, દુધવા ટાઇગર રિઝર્વના જંગલો અને ખેતરોમાં દુર્લભ પ્રજાતિન રેડ સેન્ડ બોઆ પ્રજાતિના સાપ વધુ માત્રામાં મળી આવે છે. આ જ કારણ છે કે તક જોઈને તસ્કરો સાપને પકડીને આંતરરાષ્ટ્રીય તસ્કરોને વેચી દે છે. તેનાથી તેમને મોટી કિંમત મળે છે. પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલો આ રેડ સેન્ડ બોઆ પ્રજાતિના સાપની આંતરરાષ્ટ્રીય બજારમાં અઢી કરોડ રૂપિયાની કિંમત છે.

પકડાયેલા લોકોમાં કાસિમ નિવાસી મુન્નૂગંજ, ગોલા, સંજય કુમાર નિવાસી જલાલપુર, સર્વેશ કુમાર નિવાસી સિસનૌર અને મહેન્ર્ વર્મા નિવાસી નૌગવાં સામેલ છે. ચારેય આરોપીઓએ નગરિયા ગામના જંગલમાં તળાવની પાસે શેરડીના ખેતરમાંથી સાપ પકડ્યો હોવાની વાત જણાવી. આરોપીઓ વિરુદ્ઘ વન્ય જીવ અધિનિયમ હેઠળ કેસ નોંધી તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.

(3:31 pm IST)