મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

AARએ મોટો નિર્ણય લીધો : સેકન્ડ હેન્ડ સોનાના દાગીનાને લઇને મોટી રાહત

જ્વેલરીની ખરીદી અને વેચાણ પર જે માર્જિન થશે ફકત તેના પર જીએસટી લાગશે

નવી દિલ્હી તા. ૧૯ : ગોલ્ડ જવેલરી ખરીદ વેચાણ પર લાગેલી જીએસટીને લઈને Authority for Advance Ruling (AAR)એ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી સેકન્ડ હેન્ડ જવેલરીના રીસેલ પર જીએસટી ઓછી થઈ જશે. જેને ફાયદો એ ગ્રાહકોને થશે જે સેકન્ડ હેન્ડ જવેલરી ખરીદે છે. તેમને ઓછો ટેકસ ચૂકવવો પડશે.

AARની કર્ણાટક બેચે કહ્યું છે કે જવેલર જવેલરી પીગળાવવી બુલિયન નથી બદલી રહ્યો અને ફરી નવી જવેલરી નથી બનાવી રહ્યો બલ્કે તેની સફાઈ અને પોલિશિંગ કર્યા બાદ તેને ફોર્મને બદલીને તેને વેચી રહ્યો છે એટલા માટે જવેલરીની ખરીદી અને વેચાણ પર જે માર્જિન થશે ફકત તેના પર જ જીએસટી લાગશે.

જાણકારોનું કહેવું છે કે આ નિર્ણયના કારણે સેકન્ડ હેન્ડ જવેલરીના રિસેલ પર જીએસટી ઘણી ઓછી થઈ જશે. હાલ ખરીદદારો પાસેથી સોનાના ઘરેણાની કુલ વેલ્યૂના ૩ ટકા ચાર્જ ઈન્ડસ્ટ્રી વસૂલે છે. પરંતુ આ નિયમ બાદ એવું નહીં થાય. કુલ કીંમતની જગ્યા એ ફકત નફામાં જ જીએસટી લાગશે. મતલબ કે જવેલરીની વેલ્યૂ ૧ લાખ રૂપિયા છે તો તેના ૩ ટકા જીએસટી થયુ ૩૦૦૦ રૂપિયા. હવે જો નફાની વાત કરીએ તો માની લો દાગીના ૮૦ હજારની ખરીદીના છે અને ૧ લાખમાં વેચ્યા છે તો નફો આવ્યો ૨૦ હજાર રૂપિયા. તો ૨૦ હજાર પર ૩ ટકા જીએસટી થઈ ૬૦૦ રૂપિયા.ઙ્ગ

એક અગ્રણી જવેલરે જણાવેલ કે જવેલર્સના હાથમાં ટેકસ ક્રેડિટ ફરજિયાત પણાથી બચવા માટે વધારે જવેલર્સ સામાન્ય આદમી અથવા બિનરજીસ્ટર્ડ ડીલર પાસેથી જુની જવેલરી ખરીદે છે. મોહને કહ્યું કે કર્ણાટક AARના ફકત ખરીદ મૂલ્ય અને વેચાણ મૂલ્યની વચ્ચેનાં અંતર પર જીએસટી લગાવવાનો નિર્ણય ગ્રાહકોના ટેકસના ભારને ઓછો કરશે. જેની અસર ઈન્ડસ્ટ્રી પર પડશે.

(12:58 pm IST)