મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

સંસદમાં વિપક્ષોનો ભારે હોબાળો : સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ

નવી દિલ્હી : આજથી શરૂ થઈ રહેલા મોનસુન સત્રમાં વિપક્ષ સરકારને કોરોના, કૃષિ કાયદા પર ખેડુતોનો વિરોધ, વધી રહેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ, રસીકરણ જેવા વિવિધ મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં લાગ્યું છે. લોકસભા દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો પ્રમાણે 17મી લોકસભાનું છઠ્ઠું સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. સરકારી કામકાજની જરૂરિયાતો પ્રમાણે 13 ઓગસ્ટે સત્ર સમાપ્ત થઈ શકે છે.

રાજ્યસભાની પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 19 જુલાઈનાં રોજ સંસદની બેઠક બોલાવવામાં આવી છે કે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ સંસદનું આ પ્રથમ સત્ર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શરૂ થયુ હતું

(12:05 pm IST)