મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

જૂના દાગીનાના વેચાણના નફા પર જ જીએસટી લાગે

નવી દિલ્‍હી,તા. ૧૯:  કર્ણાટકના ઓથોરિટી ફોર એડવાન્‍સ રૂલિંગ (એએઆર)એ જણાવ્‍યું હતું કે જૂના દાગીનાના વેચાણના નફો પર જ ઝવેરીએ જીએસટી ભરવો પડે.

બેંગલોરના એક ઝવેરીએ લોકો પાસેથી ખરીદેલા જૂના દાગીનાના વેચાણ અને ખરીદીના ભાવમાં તફાવત પર જીએસટી કર ભરવા વિશે સ્‍પષ્ટતા માગતી અરજીના જવાબમાં એએઆરની કર્ણાટકની ખંડપીઠે નોંધ્‍યું હતું કે જીએસટી કર ફક્‍ત વેચાણના ભાવ અને ખરીદીના ભાવના માર્જિન પર ભરવાનો રહેશે કારણ કે અરજદાર દાગીનાને ગાળીને એનો ઉપયોગ સોના અથવા નવા દાગીના બનાવવા નથી કરી રહ્યો, પણ દાગીનામાં કોઇ જાતનો ફેરફાર કર્યા વગર ફક્‍ત એને સાફ કરીને અને દ્યસીને ફરીથી વેંચી રહ્યો છે. નિષ્‍ણાતોના મતે આ ચુકાદાને લીધે જૂના દાગીનાના વેચાણ પરના જીએસટીમાં ઘટાડો થશે.

 

(10:26 am IST)