મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

રાજકોટના 10 વર્ષના ટાબરિયાની મોટી સિદ્ધિ :જાગ્રત દેત્રોજાએ યુરોપમાં F1કારની રેસમાં 120 સ્પીડે કાર દોડાવી ગૌરવ વધાર્યું

2020થી જાગ્રતે સ્પેઈનમાં યોજાયેલી F1 કારની રેસમાં ભાગ લઇ અલગ અલગ કેટેગરીમાં ચેમ્પિયનશીપ જીતી યુરોપમાં ભારતનો એક માત્ર રેસિંગકાર ડ્રાઈવર બન્યો

નવી દિલ્હી :  કારરેસિંગની દુનિયામાં એક ભારતીય ટાબરિયાએ મોટી સિદ્ધિ મેળવી છે. જેનું નામ છે જાગ્રત દેત્રોજા. જેણે યુરોપમાં F1કારની રેસમાં 120 સ્પીડે કાર દોડાવી રાજકોટનું નામ રોશન કર્યું છે.

2020થી જાગ્રતે સ્પેઈનમાં યોજાયેલી F1 કારની રેસમાં ભાગ લીઈ રહ્યો છે. અલગ અલગ કેટેગરીમાં ચેમ્પિયનશીપ જીતી યુરોપમાં ભારતનો એક માત્ર રેસિંગકાર ડ્રાઈવર બન્યો છે. એ પણ માત્ર 10 વર્ષની ઉંમરમાં. સાત વર્ષની ઉંમરે તેણે કારરેસિંગની શરૂઆત કરી હતી. પહેલા ઈલેક્ટ્રિક કાર ખરીદી પછી વડોદરામાં એમાં પ્રેક્ટિસ કરી હતી. જેમાં સારી એવી સફળતા મળ્યા બાદ બેંગ્લુરૂ તથા હૈદરાબાદમાં નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈને સફળતા હાંસલ કરી. F1 કારની રેસમાં સારૂ ભવિષ્ય જોઈને જાગ્રતના માતાપિતા સ્પેઈનમાં સ્થાઈ થઈ ગયા. 2020 અને 2021માં જુદી જુદી ચેમ્પિયનશીપ તથા કેટેગરીમાં ભાગ લઈ તેણે દેશનું નામ રોશન કર્યું છે. જાગ્રત યુરોપમાં F1 કાર રેસર બનવા માગે છે. આ માટે તે હાલમાં તનતોડ મહેનત કરી રહ્યો છે. જાગ્રતના પિતા મયુરભાઈ એક વ્યાપારી છે. પોતાના બિઝનસ હેતું તેઓ ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. એમને પણ કાર રેસિંગ જોવાનો શોખ. જાગ્રત પણ એના પિતા સાથે આ રેસિંગ જોતો. પછી આ કાર રેસિંગમાં રસ જાગ્યો. પિતાના આ શોખને પૂરો કરવા માટે જાગ્રતે સારી એવી મહેનત કરી

હાલમાં તે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા સ્પેઈન કાર રેસના ટ્રેકમાં ગાડી દોડાવી રહ્યો છે. એ પણ 120ની સ્પીડથી. હજુ પણ તે મોટું ટાઈટલ જીતે એવી પિતા મયુરભાઈની ઈચ્છા છે. દીકરાને કાર રેસિંગમાં રસ પડતા સાત વર્ષની ઉંમરે સ્પેઈનના વેલેન્સિયામાં સ્થાયી થયા. પહેલા તેણે નેશનલ રોટેક્સ કારમાં ભાગ લીધો હતો. અત્યારે જાગ્રત યુરોપ રીજીયનમાં એક માત્ર રેસિંગકાર ડ્રાઈવર છે. પિતા મયુરભાઈ કહે છે કે, દરેક બાળક સાથે એનું પેશન અને શોખ જોડાયેલા હોય છે. આ ક્ષેત્રમાં રીસ્ક તો છે પણ એની સાથે જીવવાની પણ મજા અલગ છે. 10 વર્ષની ઉંમરે તે 120ની સ્પીડથી કાર્ટ ચલાવી શકે છે. આપણા દેશમાં કાર રેસિંગ અંગે એટલી જાગૃતિ નથી. જે રીતે એના ટ્રેક બનવા જોઈએ એ પણ યોગ્ય રીતે જળવાતા નથી. ચેમ્પિયનશીપ માટે જુદા જુદા દેશમાં ફરવું પડે છે. જે માટે માતા પિતા બંને ખૂબ મહેનત કરે છે.

(9:38 am IST)