મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

ટોકિયો ઓલમ્પિકમાં ખેલાડીઓને 'એન્ટી સેક્સ બેડ 'આપતા જબરો વિવાદ

કાર્ડબોર્ડથી બનાવાયેલ પલંગની ડિઝાઇન એક વ્યક્તિનો વજન ઉઠાવવા જ સક્ષમ : ખેલાડીઓ કહે છે કે જ્યારે તમારે આવા પલંગ પર સૂવાનું છે તો કોન્ડોમ શા માટે આપ્યા?

ટોક્યો ઓલિમ્પિકની થોડા દિવસો પછી જ શરૂઆત થવા જઇ રહી છે. આ રમતોની શરૂઆત પૂર્વે આયોજકોએ નિર્ણય લીધો હતો કે ખેલાડીઓ માટે 1 લાખ 60 હજાર કોન્ડોમ વિતરણ કરવામાં આવશે. જેના પર ભારે હંગામો થયો હતો, પરંતુ હવે બીજી એક નવી બાબતે વિવાદ ઉભો કર્યો છે.

હવે રમતોના મહાકુંભની શરૂઆત પહેલા હવે તેના આયોજકોએ બીજો મોટો નિર્ણય લીધો છે. હવે ટોક્યોમાં પ્લેયર્સના રૂમમાં એન્ટી સેક્સ બેડ હશે. ખેલાડીઓ એન્ટી સેક્સ બેડ પર ઇચ્છતા હોય તો પણ તેઓ સેક્સ કરી શકશે નહીં. અમે તમને જણાવીશું કે આ પલંગમાં એવુ શું થાય છે કે ખેલાડીઓ પોતાની મરજીથી રોમાંસ કરી શકતા નથી.

આ વખતે ટોક્યો ઓલિમ્પિક વિલેજમાં કોરોના વાયરસના પ્રવેશને અટકાવવા આયોજકો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઓલિમ્પિક વિલેજમાં એન્ટી સેક્સ બેડ લગાવવા જોઈએ. આ પલંગ કાર્ડબોર્ડથી બનાવવામાં આવ્યા છે અને તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે એક સમયે ફક્ત એક જ વ્યક્તિ તેના પર સૂઈ શકે. જો એકથી વધુ લોકો તેના પર ચડવાનો પ્રયાસ કરશે, તો તે તૂટી જશે. અથવા જો આ પલંગ પર વધુ બળ લગાવવામાં આવે તો પણ તે તૂટી શકે છે. આવી સ્થિતિમાં આ પલંગ પર સેક્સ શક્ય નથી.

જેવા સમાચાર આવ્યા કે, ખેલાડીઓએ એન્ટી સેક્સ બેડ પર સૂવું પડશે, તેઓ ખૂબ નિરાશ થયા. ખેલાડીઓએ અલગ અલગ રીતે ટ્વીટ કરવાનું શરૂ કર્યું. ખેલાડીઓ કહે છે કે આ પલંગ તો એક વ્યક્તિનું વજન સહન કરી શકશે નહીં. ઘણા ખેલાડીઓ કહે છે કે જ્યારે તમારે આવા પલંગ પર સૂવાનું છે તો કોન્ડોમ શા માટે આપ્યા?

(12:00 am IST)