મુખ્ય સમાચાર
News of Monday, 19th July 2021

યોગી સરકારનો મોટો નિર્ણય : હવે યુપીમાં પ્રવેશવા કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત

આ રિપોર્ટ 4 દિવસોથી મોડો ન હોવો જોઇએ : એન્ટ્રી પર એન્ટિજન ટેસ્ટ અને થર્મલ સ્કેનીંગ અનિવાર્ય

ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે, હવે યુપીમાં પ્રવેશ મેળવનારા લોકો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવી દેવાયો છે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બેઠક યોજ્યા બાદ આ સુચના જારી કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 3 ટકા પોઝિટિવિટી રેટ કે તેથી વધુ સંખ્યા ધરાવતા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં આવનારા લોકો માટે નેગેટિવ એનટીપીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરવામાં આવે, વળી આ રિપોર્ટ 4 દિવસોથી મોડો ન હોવો જોઇએ, મુસાફરોને પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવાસ શરૂ કરે.

    મળતી માહિતી મુજબ જે લોકોએ રસીના બંને ડોઝ લગાવ્યા છે તેઓને કોવિડ ટેસ્ટમાંથી મુક્તિ મળી શકે છે. પરંતુ હજી પણ રાજ્યમાં સંપર્ક ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. ટીમ 9 ની વતી અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ રાજ્યમાં ઉચ્ચ કોવિડ પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યમાંથી યુપીમાં આવે છે તેમનાં આગમન પર, એન્ટિજન ટેસ્ટ અને થર્મલ સ્કેનીંગ ચોક્કસ થવું જોઈએ.

(12:00 am IST)