મુખ્ય સમાચાર
News of Friday, 19th July 2019

કાલથી બે દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ પડશે : મોડી સાંજે સત્તાવાર જાહેરાત

રાજકોટ : લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા પછી હવે ચોમાસુ ફરી સક્રિય બની રહ્યાની અને શનિવાર તથા રવિવાર એમ આગામી ૨ દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે તેવી  સત્તાવાર જાહેરા હવામાન તંત્રે

આજે મોડી સાંજે કરી છે.

  પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર ઉપર મહારાષ્ટ્રના દરિયા કિનારે સમુદ્રની સપાટીથી ૩.૧ થી૩.૬ કિમિ ઉપરના સ્તરે અપર એર સર્ક્યુલેશન સર્જાતા ભારે વરસાદના સંજોગો સર્જાયા હોવાનું જાહેર થયું છે.

  છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રાજકોટ ખાતે સૌથી વધુ સવા  ઇંચ-૨૯ મીમી સાથે ૧૪ જિલ્લાના ૨૩ તાલુકામા હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.

  ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ મોસમનો ૨૪.૧૬% જેટલો વરસાદ નોંધાયો છે, કચ્છમાં સૌથી ઓછો માત્ર ૬.૨૭% પડ્યો છે.

(9:24 pm IST)