મુખ્ય સમાચાર
News of Friday, 19th July 2019

બાબરી મસ્જીદ કેસ

સુપ્રિમ કોર્ટનો ખાસ અદાલતને આદેશ : અડવાણી-જોષી સાથે જોડાયેલ કેસનો ફેંસલો ૯ માસમાં આપો

કોર્ટે કેસની સુનાવણી કરતા જજનો કાર્યકાળ વધુ ૯ માસ લંબાવવા આદેશ આપ્યો

નવી દિલ્હી, તા. ૧૯ : સુપ્રિમકોર્ટે આજે બાબરી વિધ્વંશ કેસમાં સુનાવણી કરીને આદેશ સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી અને અન્ય નેતાઓ મામલે આજની તારીખથી નવ મહીનાની અંદર નિર્ણય કરવાનો આદેશ આપ્યો છે.

આ મામલાની સુનાવણી લખનૌમાં ટ્રાયલ કોર્ટના સીબીઆઇ જજ એસ.કે. યાદવ કરી રહ્યા છે તે ૩૦ સપ્ટેમ્બર, ર૦૧૯ના રોજ રીટાયર્ડ થઇ રહ્યા છે, તે પહેલા તેઓએ શીર્ષ અદાલતને પત્ર લખીને કહ્યું હતું કે, બાબરી મામલે કેસની સુનાવણીને પૂર્ણ કરવા માટે વધુ સમય જોઇએ. જેમાં બીજેપી નેતાઓ પણ સામેલ છે.

સુપ્રિમકોર્ટે તેના આદેશમાં લખનૌ ટ્રાયલ કોર્ટના વિશેષ સીબીઆઇ જજ એસ.કે. યાદવના કાર્યકાળને વધારવાનો આદેશ આપ્યો છે. યાદવ બાબરી વિધ્વંસ મામલાની સુનાવણી કરી રહ્યા છે. ન્યાયમૂર્તિ આર.એફ. નરીમન અને સુર્યકાંતની પીઠે એ પણ કહ્યું કે આ મામલાની સુનાવણીમાં પૂરાવાની રેકોર્ડીંગ છ મહીનામાં પૂર્ણ કરી લેવામાં આવે.  ૧૯૯રમાં બાબરી મસ્જિદના માળખાને વિધ્વંસ કરી નાખવામાં આવ્યો હતો. જેમાં અડવાણી, જોશી, ઉમાભારતી સહિત બીજેપી નેતા સામેલ હતાં. પીઠે યુપી સરકારને આદેશ આપ્યો છે કે તેઓ ચાર સપ્તાહની અંદર વિશેષ જજના કાર્યકાળને વધારવા માટે યોગ્ય આદેશ આપે. વિશેષ જજ ૩૦ સપ્ટેમ્બરે સેવાનિવૃત થઇ રહ્યા છે.

(3:57 pm IST)