મુખ્ય સમાચાર
News of Friday, 19th July 2019

પાકિસ્તાનને ભુલ સુધારી લેવાની ઉત્તમ તક : અરુણ જેટલી

અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપી

નવી દિલ્હી, તા.૧૮ : પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ કુલભુષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. જેટલીએ ચુકાદાને ભારતની મોટી રાજદ્વારી જીત તરીકે ગણાવીને કહ્યું છે કે, ચુકાદાના કાયદાકીય પાસાઓ દર્શાવે છે કે, ભારતને મોટી સફળતા હાથ લાગી છે.

 પોતાના બ્લોગમાં જેટલીએ લખ્યું છે કે, હવે પાકિસ્તાનનું આગામી પગલું શું રહેશે તેના ઉપર વિશ્વની નજર રહેશે. પાકિસ્તાનને ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા તક આપવામાં આવી છે. પોતાની ભુલોને પાકિસ્તાન સુધારી શકે છે. ચુકાદા બાદ જેટલીએ તરત જ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેટલીએ હરિશ સાલ્વેની ટીમની પણ પ્રશંસા કરી હતી. સાથે સાથે ટ્વિટર પર તેમને શુભેચ્છા પાઠવી હતી. આ ચુકાદામાં અભ્યાસ કરવામાં આવે તો કહી શકાય છે કે, ભારતની આ મોટી જીત તરીકે છે. પાકિસ્તાન દ્વારા આને પોતાની જીત દર્શાવવાની હરકત અંગે વાત કરતા જેટલીએ કહ્યું હતું કે, આનાથી તમામ લોકો હેરાન થઇ રહ્યા છે. પાકિસ્તાનમાં વિચાર ધરાવતા સમર્થક પોતાની તરફેણમાં આ ચુકાદાને ગણી રહ્યા છે. આ વિચારની પાછળ એવા તર્ક આપવામાં આવી રહ્યા છે કે, આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા જાધવને મુક્ત કરવામાં આવ્યો નથી.

હવે ફરીથી સૈન્ય કોર્ટમાં કાર્યવાહી ચાલશે જે પૂર્ણરીતે રાજ્ય પ્રાયોજિત રહેશે. જેટલીએ જુદા જુદા કાયદાકીય પાસાઓ ઉપર પોતાના લેખની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. પાકિસ્તાને કસ્ટડીમાં કેટલીક બાબતો રજૂ કરી છે.

(12:00 am IST)