News of Thursday, 19th July 2018
મહારાષ્ટ્રમાં દૂધની તંગીને ગુજરાત કરશે પૂરી: ટ્રેનમાં આણંદથી મુંબઇ સુધી દૂધ મોકલવાની ખાસ વ્યવસ્થા
મુંબઈ :હાલ મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા દુધ આંદોલન ચાલી રહ્યુ છે જેના પરિણામે મહારાષ્ટ્રમાં દૂધની તંગી સર્જાયેલી છે. ત્યારે હવે મહારાષ્ટ્રના લોકોને દૂધ પૂરુ પાડવા માટે ગુજરાત વાહરે આવ્યુ છે. જી હા, રેલવે મંત્રી પીયૂષ ગોયલના નિર્દેશ પર પશ્વિમ રેલવેએ આણંદથી મુંબઇ સુધી દૂધ મોકલવાની ખાસ વ્યવસ્થા કરી છે. ટ્રેન દ્વારા ગુજરાતથી મુંબઈ દૂધના કુલ 12 ટેંકર મોકલવામાં આવશે.
(12:52 pm IST)