મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

યુપીઃ વેપારીના ઘરે દરોડાઃ મળ્યું ૧૦૦ કિલો સોનુ અને ૧૦ કરોડ રોકડા

રસ્તોગી પરિવારના નામે ૯૮ કરોડની સંપત્તિના દસ્તાવેજ પણ મળ્યા

લખનઉ તા. ૧૯ : લખનઉના રાજા બજાર નિવાસી કનૈયાલાલ રસ્તોગી તથા સંજય રસ્તોગીને ત્યાં આયકર વિભાગે દરોડા પાડતા ૧૦૦ કિલો સોનું અને ૧૦ કરોડ રૂપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલ સોનાની કિંમત આશરે ૩૧ કરોડ રૂપિયા છે. એટલું જ નહીં રસ્તોગી પરિવારના નામે ૯૮ કરોડની સંપત્ત્િ।ના દસ્તાવેજ પણ મળ્યાં છે. આયકર વિભાગના આ દરોડાને ઉત્ત્।ર પ્રદેશના સૌથી મોટા માનવામાં આવે છે.

બુધવારે શરૂ થયેલા આ દરોડા દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે 'રસ્તોગી એન્ડ સન્સ'ના નામેઙ્ગ શરાફી પેઢી પણ ચાલતો હતો. 'રસ્તોગી બંધુ'નો પરંપરાગત ધીરાણના ધંધામાં ૬૦ કરોડથી વધુ રૂપિયા છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. જયારે કરોડો રૂપિયાની બેનામી જમીનની ખરીદીના દસ્તાવેજ પણ આયકર વિભાગના હાથમાં આવ્યાં છે.આયકર વિભાગના પ્રવકતા તથા ડેપ્યુટી કમિશ્નર (તપાસ) જયનાથ વર્માએ કહ્યું કે, 'કનૈયાલાલ રસ્તોગી અને તેમના પુત્રના ઘરમાંથી ૮.૦૮ કરોડની રોકડ તથા ૮૭ કિલોના સોનાના બિસ્કિટ અને બે કિલો સોનાના ઘરેણાં મળ્યાં છે.

જયારે સંજય રસ્તોગીના ઘરેથી ૧.૧૩ કરોજ રૂપિયા તથા ૧૧.૬૪ કિલો સોનું મળ્યું છે. આમાંથી ૮ કરોડ રૂપિયા કનૈયાલાલ રસ્તોગી તથા ૧.૦૫ કરોડ રૂપિયા સંજય રસ્તોગીના જપ્ત કરી લેવામાં આવ્યાં છે. જયારે 'રસ્તોગી બંઘુ'નું બધું જ સોનું જપ્ત કરી લીધું છે, જેની કિંમત ૩૧ કરોડ રૂપિયા કહેવમાં આવી રહી છે.'

(4:14 pm IST)