મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

પહેલીવાર વિજળી મેળવનાર ગ્રામજનોની ખુશીમાં સામેલ થવાનો આનંદઃ નરેન્દ્રભાઇ

ગ્રામીણ વિધ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા વડાપ્રધાનનો સંવાદ

 નવી દિલ્હીઃ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગ્રામીણ વિધ્યુતીકરણ અને સૌભાગ્ય યોજનાના લાભાર્થીઓ સ્ન સાથે વીડીયો કોન્ફરન્સીંગથી વાતચિત કરી હતી. તેમણે જણાવેલ કે મને તમારી ખુશીઓમાં સામેલ થવાનો આનંદ છે. વર્ષોના અંધકાર બાદ  ગામડાનું જીવન હવે રોશન થયું છે. પહેલાની સરકારોએ વિજળી  આપવાના વાયદાઓ તો કર્યા પણ તેમને પુરા ન કર્યા. વિરોધીઓ અમારા કામમાં ખામીઓ ગોતે છે.

 નરેન્દ્રભાઇએ જણાવેલ કે મણીપુરનું લીસાંગ ગામ ૨૮ એપ્રિલના રોજ વિધ્યુતીકૃત થનારૂ છેલ્લુ વિધ્યુતીકૃત વિનાનુ ગામ હતુ. દેશમાં પહેલીવાર જે ગામડાઓમાં વિજળી પહોંચી છે. તેની ખુશીમાં સામેલ થવાની તક મળી છે. ૧૫ ઓગસ્ટના ૨૦૧૫ના રોજ મે એક વચન આપ્યું હતુ કે ૧૦૦૦ દિવસની અંદર દેશના દરેક ગામડાઓમાં વિજળી પહોંચાડીશું. પંડીત દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જયોતિ યોજના હેઠળ અમે દરેક ગામમાં વિજળી પહોંચાડવાના કાર્યમાં લાગી પડયા.

 દેશના ૧૮ હજાર ગામડાઓ કે જેમાના અમુક અંતરીયાળ વિસ્તારમાં  છે, અમુક પર્વતીય વિસ્તારોમાં છે. અને ઘણી જગ્યાએ ખરાબ કનેકટીવીટી છે ત્યાં વિજળી પહોંચાડવી સહેલી ન હતી. પણ કાર્યદક્ષ લોકોની ટીમે એ કરી બતાવ્યું છે. (૪૦.૪)

(11:37 am IST)