મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

યુપીમાં કોંગ્રેસ તમામ રાજકીય પક્ષોથી પાછળ !!

ગત વિધાનસભા ચૂંટણીમાં ૨૯ બેઠક પરથી ૭ ઉપર પટકાયા છતા સંગઠનમાં કોઈ સળવળાટ નથી ! : રાજ બબ્બર મુંબઈ-દિલ્હીમાં જ અડીંગો જમાવતા હોય કોંગ્રેસ મૃતપાય બન્યાનો પક્ષમાં જ કકળાટ

લખનૌ, તા. ૧૯ :. રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના પાંચ વરીષ્ઠ નેતાઓને વર્કીંગ કમિટિમાં સામેલ કર્યા છે અને પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરે રાજ્યમાં એક યુવા મીડીયા ટીમ નિયુકત કરી છે. આમ છતા ઉત્તર પ્રદેશમાં લોેકસભાની ચૂંટણીને ધ્યાને લેતા કોંગ્રેસ ભાજપ, સપા, બસપા સહિતની મુખ્ય પાર્ટીઓથી ઘણી પાછળ ચાલી રહી છે તેવી ચિંતા પાર્ટીના જ આગેવાનો કરી રહ્યા છે. વિધાનસભામાં ૨૭ બેઠકો પરથી માત્ર ૭ બેઠકો ઉપર પટકાયા છતા હજુ પક્ષના સંગઠનમાં જોઈએ તેવા પ્રાણ ફુંકાયા નથી તેવી ચિંતા પાર્ટી નેતાઓ દર્શાવી રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીઓને અનુલક્ષીને બેઠક બોલાવાઈ છે ત્યારે કોંગ્રેસના વરીષ્ઠ આગેવાનોએ પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરની કડક ટીકાઓ કરી છે. ગત મંગળવારે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના પાંચ ટોચના આગેવાનો પી.એલ. પુનિયા, આરપીએન સિંહ, જીતેન્દ્ર પ્રસાદ, અનુરાહ નારાયણસિંહ અને યુવક કોંગ્રેસ અધ્યક્ષ કેશવ યાદવને વર્કીંગ કમિટિમાં સામેલ કર્યા છે પરંતુ હાલમાં પ્રદેશ કોંગ્રેસમાં કોઈ રાજકીય ચહલપહલ ન હોવાના કારણે સંગઠન સાવ નિષ્ક્રીય અવસ્થામાં છે.

વરીષ્ઠ નેતાઓ એવી ચિંતા દર્શાવી રહ્યા છે કે હાલમાં નિષ્ક્રીય સંગઠન માળખાના કારણે પાર્ટીમાં ચિંતાની સ્થિતિ પ્રવર્તિ રહી છે. પ્રદેશ પ્રમુખે રાજ્યમાં જેની રચના કરી છે તે મીડીયા ટીમમાં પણ કોઈ નામને આગળ કરેલ ન હોય પાર્ટીને નુકશાન જઈ રહ્યુ છે.

કોંગી નેતાઓ એવું ચર્ચી રહયા છે કે લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ બધાથી આગળ છે. સપા અને બસપા પણ બેઠકો બોલાવી રહી છે. ભાજપના મુકાબલામાં કોંગ્રેસ ખૂબ જ નિષ્ક્રીય છે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી નેતાના નજીક મનાતા મીડિયા ટીમના એક સદસ્યેએ એવું કહયાનું મનાય છે કે હાલમાં એવું લાગી રહયું છે કે કોંગ્રેસ માત્ર અમેઠી અને રાયબરેલી બેઠક પરથી જ લોકસભા ચૂંટણી લડશે અને બાકી ૭૮ લોકસભા બેઠકો પર બસપા અને સપાના ઉમેદવારોને સમર્થન કરશે.

અગ્રણીના જણાવ્યા પ્રમાણે ૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ૨૯ બેઠકો પરથી ૭ બેેઠક પર ૪ વિજય બની છે. જેમાં પણ અખિલેશની સપા સાથે જોડાઇ હતી એટલે નહી તો શું પરિસ્થિતિ હોત?

આગામી લોકસભા ચૂંટણીમાં પણ સપા સાથે ગઠબંધન થઇ શકે છે ત્યારે હાલમાં પ્રદેશ કોંગ્રેસ સંગઠન માત્ર વ્યકિતગત હીત ઉપરજ કામ કરી રહયું છે પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર મુંબઇ અને દિલ્હીમાં જ મોટાભાગે સમય વિતાવે છે મીડિયા ટીમના ૧૪ સભ્યોનું નેતૃત્વ પણ જુનિયર નેતા કરી રહયા છે. જેનાથી પાર્ટીમાં સમસ્યાઓ પેદા થઇ રહી છે. તેવો પણ પક્ષમાં જ ગણગણાટ છે.

દરમ્યાન એવા પણ આરોપ થઇ રહયાં છે કે એક યુવા આગેવાનને લખનોૈ થી દિલ્હી સુધીનું સાયકલયાત્રાનું આયોજન કર્યુ હતું જેનું મુખ્ય સુત્ર હતું કિસાન બચાવો, રાહુલ ગાંધી ને વડાપ્રધાન બનાવો જેમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કોઇ પ્રોત્સાહન આપ્યું ન હતું ઉલ્ટાનું પ્રદેશ પ્રમુખ રાજબબ્બરે આ રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો અંતે બાદમાં રાષ્ટ્રીય કક્ષાએથી આદેશ આવતા તેમણે લીલીઝંડી આપી હતી. જેના પરથી ખ્યાલ આવે છે કે પ્રદેશ સમિતિ કેવી રીતે કામ કરી રહી છે.

(11:28 am IST)