મુખ્ય સમાચાર
News of Thursday, 19th July 2018

4જી ડાઉનલોડ સ્પીડમાં જિયો સૌથી ટોચે : આઈડિયા અપલોડમાં પ્રથમ

નવી દિલ્હી તા :20  ઝડપી (સ્પીડ) ગતિ સેવા આપતા 4જી ટેલિકોમ ઓપરેટરોમાં રિલાયન્સ જિયો પ્રથમ સ્થાને રહી છે. કંપનીએ તેના નેટવર્ક પર સરેરાશ 22.3 એમબીપીએસ સ્પીડની ડાઉનલોડ સુવિધા પૂરી પાડી છે.જયારે આઇડિયા સેલ્યુલરે સૌથી વધુ અપલોડ સ્પીડ નોંધાવી છે

 ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI ) ના અહેવાલ મુજબ, મે મહિનામાં જીઓ 4G ડાઉનલોડની રાષ્ટ્રીય સરેરાશ સ્પીડ નજીકના પ્રતિસ્પર્ધી ભારતી એરટેલ કરતાં બમણી કરતાં પણ વધુ છે. એરટેલની ડાઉનલોડ સ્પીડ 9.7 એમબીપીએસ છે. એપ્રિલમાં તે 9.3 એમબીપીએસ હતી.

 આ રિપોર્ટ માઇ સ્પીડ પોર્ટલ પર રજૂ કરવામાં આવી છે. વોડાફોન અને આઇડિયા સેલ્યુલરની ડાઉનલોડ સ્પીડ મેં મહિનામાં થોડી ઘટીને અનુક્રમે 6.7 અને 6.1 એમબીપીએસ રહી, જે એપ્રિલમાં અનુક્રમે 6.8 અને 6.5 એમબીપીએસ હતી. જોકે, મે મહિનામાં 4જી અપલોડના કિસ્સામાં આઇડિયા સેલ્યુલર ટોચનું સ્થાન ધરાવે છે.

 છેલ્લા મહિનાની સરખામણીમાં આ ગતિમાં ઘટાડો થયો છે. કંપનીના નેટવર્કની અપલોડ ગતિ 5.9 એમબીપીએસ નોંધાઈ હતી, જે એપ્રિલમાં 6.3 એમબીપીએસ હતી. ત્યારબાદ, વોડાફોન (5.3 એમબીપીએસ), જિયો (5.1 એમબીપીએસ) અને એરટેલ (3.8 એમબીપીએસ) ક્રમશ ક્રમાંકમાં ક્રમ અપાયો હતો.

(10:37 am IST)